For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હે રામ! બાપૂની પુણ્યતિથિએ રિલીઝ થશે દેશ ભક્ત નાથૂરામ ગોડસે!

|
Google Oneindia Gujarati News

mahatma-gandhi
મુંબઈ, 27 ડિસેમ્બર : નાથૂરામ ગોડસે આ દેશમાં એક વિવાદાસ્પદ નામ રહ્યું છે. કેટલાક લોકો તેમને આતંકવાદી સુદ્ધા કહી દે છે, તો કેટલાક તેમને આજે પણ દેશ ભક્ત ગણે છે. બીજી બાજુ મોટાભાગના લોકો આ નામને તે ઘટના સાથે જોડે છે કે જેણે દેશનો ઇતિહાસ બદલી નાંખ્યો. નાથૂરામ ગોડસે મહાત્મા ગાંધીને ગોળીએ વીંધનાર માણસ હતો. તેવામાં તેમના અંગે ફરીથી વિવાદ શરૂ થયો છે. હકીકતમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના નામે એક ફિલ્મ બનીને તૈયાર છે.

nathuram-godse
આ ફિલ્મનું નામ છે દેશ ભક્ત નાથૂરામ ગોડસે અને આ ફિલ્મ પર બૅન લગાવવાની માંગણી ઊભી થઈ. કેસ કોર્ટે પહોંચ્યો છે. વિવાદાસ્પદ એ પણ છે કે દેશ ભક્ત નાથૂરામ ગોડસે ફિલ્મ 30મી જાન્યુઆરી એટલે કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ રિલીઝ થવાની છે.આ જ દિવસે મહાત્મા ગાંધીએ છેલ્લા શ્વાસ લીધા હતાં.

hindumahasabha
દેશ ભક્ત નાથૂરામ ગોડસે અંગે અણ્ણા હઝારેના સહયોગી સામાજિક કાર્યકર હેમંત પાટિલે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા વિરુદ્ધ કેસ કર્યો છે. આ કેસ પુણેની સિવિલ કોર્ટમાં દાખલ કરાયો છે. કોર્ટ 29મી ડિસેમ્બરે જણાવશે કે કેસ પર સુનાવણી તેના અધિકાર ક્ષેત્રે આવે છે કે કેમ. આરોપ છે કે ફિલ્મ સામ્પ્રદાયિક આધાર પર લોકોની લાગણીઓ ઉશ્કેરી શકે છે. તેથી તેની ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ.

English summary
Scheduled to release on Bapus death anniversary a film Based on Nathuram, Godse has been dragged to court for a ban as it could instigate secular wars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X