Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાલિકા વધુના દાદીસા, સુરેખા સીકરી હવે આપણી વચ્ચે નથી રહ્યા, નસીરુદ્દીન શાહ સાથે હતો ખાસ સંબંધ

બૉલિવુડના 'દાદીસા' સુરેખા સીકરીને દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે પણ સંબંધ રહ્યો હતો. વાંચો વિગત

મુંબઈઃ કલર્સના જાણીતા શો બાલિકા વધુમાં દાદીસાની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં લોકપ્રિય થયેલા અભિનેત્રી સુરેખા સીકરીનુ આજે હ્રદયરોગનો હુમલો આવવાથી નિધન થઈ ગયુ. 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર સુરેખા સીકરી લાંબા સમયથી બિમાર હતા. 2020માં સુરેખા સીકરીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદથી જ તે સતત આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ત્રણ વખત નેશનલ અવૉર્ડથી સમ્માનિત સુરેખાના નિધનથી કલા જગતને વધુ શોક લાગ્યો છે.

થિયેટરથી કરી હતી અભિનયની શરૂઆત

થિયેટરથી કરી હતી અભિનયની શરૂઆત

મૂળ યુપીના રહેવાસી સુરેખા સીકરીએ અભિનયની શરૂઆત થિયેટરથી કરી હતી. તેમના પિતા એરફોર્સમાં હતા અને માતા અધ્યાપિકા હતા. તેમણે વર્ષ 1971માં નેશનલ સ્કૂપ ઑફ ડ્રામાથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેમની ફિલ્મી સફર 1978માં ફિલ્મ 'કિસ્સા કુર્સી કા' થી શરૂ થઈ હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ તમસ(1988), મમ્મો(1995) અને બધાઈ હો(2018) માટે ત્રણ વાર નેશનલ અવૉર્ડ જીત્યો. જાણીતા અભિનેત્રીએ હિંદી ઉપરાંત મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેઓ સરફરોશ, નસીમ, ઝુબૈદા જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

દાદીસા બનીને જીત્યુ દિલ

દાદીસા બનીને જીત્યુ દિલ

તેઓ સામાન્ય જનતાના દિલમાં ત્યારે રાજ કરવા લાગ્યા જ્યારે તેમણે કલર્સના જાણીતા શો બાલિકા વધુમાં દાદીસાની ભૂમિકા નિભાવી. બાળ લગ્ન પર આધારિત આ શોએ સફળતાનો નવો ઈતિહાસ રચ્યો. જેની પાછળનુ કારણ સુરેખા સીકરી જ હતા. શોમાં પહેલા તેમનો નેગેટીવ અને બાદમાં પૉઝિટીવ રોલ હતો. તે દરેક જગ્યાએ નંબર વન હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા સુરેખા સીકરીએ વર્ષ 1989માં સંગીત નાટ્ય એકેડેમી અવૉર્ડ પણ જીત્યો હતો.

સુરેખાએ હેમંત રેગે સાથે કર્યા હતા લગ્ન

સુરેખાએ હેમંત રેગે સાથે કર્યા હતા લગ્ન

સુરેખાએ હેમંત રેગે સાથે લગ્ન કર્યા હતા જેમનુ પણ વર્ષ 2009માં નિધન થઈ ગયુ હતુ. આ લગ્નથી સુરેખાને એક દીકરો રાહુલ છે કે જે એક કલાકાર છે અને મુંબઈમાં જ રહે છે. તેમના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે પણ સંબંધ રહ્યો હતો. વાસ્તવમાં નસીરુદ્દીન શાહે 20 વર્ષની ઉંમરમાં પોતાનાથી 15 વર્ષ મોટી અભિનેત્રી મનારા સીકરી ઉર્ફે પરવીન મુરાદ સાથે લગ્ન કર્યા હતા.

નસીરુદ્દીન શાહ સાથે હતો ખાસ સંબંધ

નસીરુદ્દીન શાહ સાથે હતો ખાસ સંબંધ

પરવીન, સુરેખા સીકરીની બહેન હતી પરંતુ લગ્નના થોડા સમય પછી જ બંને વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો. બંનેને લગ્નથી એક દીકરી હીબા શાહ છે. જો કે પછી બંનેના ડિવૉર્સ થઈ ગયા. ડિવૉર્સ પછી નસીરુદ્દીન શાહે રત્ના પાઠક સાથે લગ્ન કરી લીધા. રત્ના સાથે લગ્નના થોડા સમય પછી જ નસીરુદ્દીનની પહેલી પત્નીનુ નિધન થઈ ગયુ હતુ. ત્યારબાદ તેમની દીકરી હેબા તેમની સાથે રહેવા લાગી. હીબાએ જ 'બાલિકા વધુ'માં સુરેખાના યંગ લાઈફનો રોલ પ્લે કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X