National Film Award 2023: આજે આપવામાં આવશે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, જાણો ખાસિયત

National Film Award 2023: દર વર્ષની જેમ આ વર્ષે 69મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત થવા જઇ રહ્યો છે. 24 ઓગષ્ટાના રોજ આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.

આજે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે. આવામાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂન અને રાજામૌલી પણ દિલ્હી પહોંચ્યા છે.

National Film Award 2023

અલ્લુ અર્જૂન અને સ્નેહા રેડ્ડી દિલ્હી પહોંચ્યા - અલ્લુ અર્જૂનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન કપલ એકબીજાના હાથ પકડીને જોવા મળ્યું હતું.

અભિનેત્રીને એરપોર્ટ પર જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. અલ્લુ અર્જૂનને આવતીકાલે સર્વશ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેના માટે તે ખૂબ જ ખુશ છે. આ દરમિયાન અલ્લુ અર્જૂન ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો, જ્યારે સ્નેહા ડેનિમ બ્લુ જીન્સ સાથે વ્હાઇટ ક્રોપ ટોપમાં જોવા મળી હતી.

'પુષ્પાઃ ધ રાઇઝિંગ' માટે આ એવોર્ડ મળશે - અલ્લુ અર્જૂનને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝિંગ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જૂન પ્રથમ તેલુગુ એક્ટર છે, જેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પુષ્પા 2: ધ રૂલ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલ્લુ અર્જૂન ઉપરાંત ફહદ ફૈસિલ, રશ્મિકા મંદન્ના, પ્રકાશ રાજ, જગપતિ બાબુ, સુનીલ અને અન્ય ઘણા કલાકારો જોવા મળશે. પુષ્પા 2 ધ રૂલ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

રાજામૌલી પણ દિલ્હી પહોંચ્યા - અલ્લુ અર્જૂન ઉપરાંત દિગ્દર્શક રાજામૌલી, સંગીતકાર એમએમ કીરાવાણી, ગાયક એસએસ કાર્તિકેય પણ દિલ્હી પહોંચી ગયા છે. આ યાદીમાં એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું નામ પણ સામેલ છે.

આ દિગ્દર્શકની ફિલ્મને છ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ તેલુગુ ફિલ્મને 24 ઓગસ્ટના રોજ 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં છ અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કારો માટે જાહેર કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X