તો શું જાવેદ જાફરીના પુત્ર સાથે છે નવ્યા નવેલી નંદાનો અફેર?

Written By:
Subscribe to Oneindia News

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નંદા હાલ મુંબઇમાં છે. કોલેજમાં તેનું વેકેશન ચાલી રહ્યું છે અને આથી તે મુંબઇમાં વેકેશન માણવા આવી છે. આ દરમિયના નવ્યાને એક મિસ્ટ્રી મેન સાથે સ્પોટ કરવામાં આવી હતી. બંન્ને એક જ કારમાં સાથે જઇ રહ્યાં હતા. મીડિયા અને ફોટોગ્રાફર્સને જોઇને એ યુવકે તરત પોતાનું મોઢું ઢાંકી લીધું હતું.

નવ્યા અને મિઝાન

નવ્યા અને મિઝાન

પહેલા તો લોકો તેને ઓળખી ન શક્યા, પરંતુ મુંબઇ મિરરના અહેવાલો અનુસાર આ મિસ્ટ્રી મેન બીજો કોઇ નહીં પરંતુ જાવેદ જાફરીનો પુત્ર મિઝાન હતો. અહેવાલો અનુસાર, નવ્યા અને મિઝાન મૂવિ જોયા બાદ એક લેટ નાઇટ પાર્ટીમાં જઇ રહ્યાં હતા, એ દરમિયાન કેમેરામાં કેપ્ચર થયા હતા.

નવ્યા નંદા

નવ્યા નંદા

નવ્યા નંદા બોલિવૂડ સ્ટાર કિડ્સમાં સૌથી વધારે પોપ્યુલર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો અપલોડ કરતી રહે છે. તે અમિતાભ બચ્ચનના પરિવાર સાથે ખૂબ અટેચ્ડ છે અને ઘણીવાર બચ્ચન પરિવાર સાથે સ્પોટ થાય છે.

યુએસમાં અભ્યાસ

યુએસમાં અભ્યાસ

નવ્યા હાલ યુએસમાં અભ્યાસ કરે છે અને અવાર-નવાર તેના બોલિવૂડ ડેબ્યૂની વાતો સાંભળવા મળે છે. પરંતુ આ અંગે શ્વેતા નંદા કે બચ્ચન પરિવારમાંથી કોઇએ અધિકૃત નિવેદન આપ્યું નથી. નવ્યા અને શાહરૂખ ખાનનો પુત્ર આર્યન એક જ કોલેજમાં અભ્યાસ કરે છે.

આર્યન અને નવ્યા

આર્યન અને નવ્યા

આર્યન અને નવ્યા સાથે હોવાની અનેક ખબરો આ પહેલા પણ આવી છે. જો કે, મિઝાન સાથે નવ્યા સ્પોટ થયા બાદ હવે આગળ શું થાય છે એ જોવાનું રહે છે. આર્યન ખાન અને નવ્યા નંદાની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

પાર્ટી કરવાનું પસંદ છે

પાર્ટી કરવાનું પસંદ છે

નવ્યા નંદાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે, તેને પાર્ટી કરવું અને મિત્રો સાથે બહાર ફરવું ખૂબ પસંદ છે. બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલા જ નવ્યા સોશિયલ મીડિયા સ્ટાર છે. તેનું મોટું ફેન ફોલોઇંગ છે.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

નવ્યા તેની માતા શ્વેતા નંદાની ખૂબ નજીક છે. સાથે જ તે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અભિષેકની પણ ખૂબ નજીક છે. નવ્યા બોલિવૂડમાં ડેબ્યૂ ક્યારે કરશે અને કરશે કે કેમ, એ તો ખબર નથી. પરંતુ મિઝાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો હોવાની વાતો સંભળાઇ રહી છે.

English summary
Navya Naveli Nanda's mystery guy is none other than Jaaved Jafferi’s son Mizaan.
Please Wait while comments are loading...