For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ કેસઃ ડ્રગ્ઝ કનેક્શન મામલે NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસ કરી રહેલ એનસીબીએ ડ્રગ્ઝ કનેક્શન માટે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસ કરી રહેલ એનસીબીએ ડ્રગ્ઝ કનેક્શન માટે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. રિયા ચક્રવર્તી પર ડ્રગ્ઝ લેવા સહિત તમામ ગંભીર આરોપ હતા જે મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તેની સતત પૂછપરછ કરી રહ્યુ હતુ. રિયાની ધરપકડ કરતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવશે.

rhea

સુશાંત સિંહ મોત કેસમાં જોડાયેલા ડ્રગ્ઝ કનેક્શનમાં એનસીબી સતત ત્રણ દિવસથી રિયા ચક્રવર્તની પૂછપરછ કરી રહી હતી. અરેસ્ટ મેમો તૈયાર થઈ ગયા બાદ તેની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. હજુ દસ્તાવેજી કાર્યવાહી ચાલી રહી છે અને ત્યારબા રિયાનો મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. સૂત્રો મુજબ ત્યારબાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવશે. એનસીબીએ આ પહેલા શોવિક ચક્રવર્તી અને સુશાંતના પૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની પણ ધરપકડ કરી હતી. બુધવારે શોવિક, સેમ્યુઅલ, દિપેશ અને બે કથિત ડ્રગ પેડલર્સને કોર્ટમાં હાજર કરવાના છે. માનવામાં આવી રહ્યુ છે કે રિયાને પણ તેમની સાથે કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.

આ પહેલા સોમવારે અભિનેત્રીને 8 કલાક સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. એનસીબીએ રિયાને શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડા સામે બેસાડીને પૂછપરછ કરી. લગભગ 8 કલાક પૂછપરછમાં રિયાએ ખુદ ડ્રગ્ઝ લેવાની વાત કબૂલી નહોતી. જો કે ડ્રિંક કરવા અને સ્મોકિંગની વાત માની. પૂછપરછના ત્રીજા દિવસે એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી.

રિયા ચક્રવર્તી, શોવિક, સેમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંતની પૂછપરછ કર્યા બાદ એનસીબીની ટીમ સુશાંતના સ્ટાફ નીરજ અને કેશવની પણ પૂછરપછ કરશે. એનસીબીએ પૂછપરછ માટે નીરજ અને કેશવને સમન મોકલી દીધા છે. એનસીબીની ટીમ રિયા, શોવિક, સેમ્યુઅલ અને દીપેશના નિવેદનોને કન્ફર્મ કરવા માંગે છે. નીરજ અને કેશવ દરેક સમયે સુશાંતના ઘરે હાજર રહેતા હતા.

ઈન્ડિયન રેડિયો એસ્ટ્રોનૉમીના જનક ગોવિંદ સ્વરૂપનુ 91 વર્ષની વયે નિધન, પીએમે વ્યક્ત કર્યુ દુઃખઈન્ડિયન રેડિયો એસ્ટ્રોનૉમીના જનક ગોવિંદ સ્વરૂપનુ 91 વર્ષની વયે નિધન, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ

English summary
NCB arrested Rhea Chakraborty on charges of drug procurement and consumption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X