For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીના ગુપ્તાએ જણાવ્યુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે આ ખાસ નિયમ, ખબર ન હોવાના કારણે ગુમાવી ઘણી ફિલ્મો

નીનાએ કહ્યુ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ માંગવાનો એક ખાસ નિયમ ખબર ન હોવાના કારણે તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી નીના ગુપ્તા પોતાની એક્ટિંગ ઉપરાંત અંગત જિંદગી અને બેબાકી માટે પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં નીના ગુપ્તા પોતાની આત્મકથા 'સચ કહુ તો'ને લઈને ચર્ચામાં છે. નીનાએ આમાં પોતાના પરિવાર, અફેર, લગ્ન, દીકરી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને ઘણુ બધુ લખ્યુ છે. પોતાની આત્મકથા પર વાત કરીને એક ઈન્ટરવ્યુમાં નીનાએ કહ્યુ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ માંગવાનો એક ખાસ નિયમ ખબર ન હોવાના કારણે તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ.

'મને નહોતી ખબર આ કામ કરવાનુ હોય છે'

'મને નહોતી ખબર આ કામ કરવાનુ હોય છે'

નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે જ્યારે તમે કોઈ બિઝનેસમાં હોય તો તમને તેના રૂલ ખબર હોવા જોઈએ. મને પણ શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિયમ ખબર નહોતી જેના કારણે ઘણી ફિલ્મો મારા હાથમાંથી નીકળી ગઈ. તેમણે જણાવ્યુ કે શેખર કપૂરે એક ફિલ્મ માટે કૉલ કર્યો ત્યારબાદ મે શેખર કપૂરને પાછો કૉલ કર્યો નહિ કારણકે મને લાગ્યુ કે તેમણે મને કહ્યુ હતુ કે તે મને કૉલ કરશે. મારી પાસે કોઈ સલાહ આપનાર નહોતુ કે મારે જ વારંવાર કૉલ કરવાના હતા. જો કોઈ સલાહકાર હોત તો હું આ મોકો ના ચૂકતી.

પછી મને મળી રોજ 10 કૉલ કરવાની સલાહ

પછી મને મળી રોજ 10 કૉલ કરવાની સલાહ

નીના જણાવે છે કે બાદમાં કોઈએ મને સલાહ આપી કે જેમને કૉલ કરવાના છે, એ સપ્તાહમાં એ લોકોના નામ લખી લો. ત્યારબાદ રોજ કમસે કમ 10 કૉલ કરો અને જ્યાં સધી કોઈ જવાબ ના મળે, કૉલ કરતા રહો. આ પહેલા મને આ બધુ ખબર નહોતી.

પરિવાર વિશે પણ કરી વાત

પરિવાર વિશે પણ કરી વાત

નીના ગુપ્તાએ પોતાના પારિવારિક સંબંધો વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે તેમના પિતાના બે પરિવાર હતા. આ બંને પરિવાર વચ્ચે તેમણે ખુદને વહેંચી હતી. મારી મા સાથે મારા પિતાએ જે કર્યુ હતુ તેને છૂપાવવા માટે તેણે ખુદને મારી લીધી. મને લાગે છે કે એટલા માટે મે આ પુસ્તક ત્યારે લખ્યુ છે જ્યારે મારા પિતા, મા, ભાઈ અને ભાભી આ દુનિયામાં નથી.

ઘણી ફિલ્મોમાં કરી રહી છે કામ

ઘણી ફિલ્મોમાં કરી રહી છે કામ

નીના ગુપ્તાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે અમુક વર્ષો સુધી તે ફિલ્મોમાં સક્રિય નહોતી પરંતુ વર્ષ 2018માં ફિલ્મ બધાઈ હોથી તેની વાપસી થઈ છ. ફિલ્મ માટે તેને ઘણી પ્રશંસા મળી છે. નીનાએ હાલમાં જ એક વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. નીના હાલમાં ફિલ્મ ગુડબાયનુ શૂટિંગ કરી રહી છે જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન જોવા મળશે.

English summary
Neena Gupta reveal the secreat to get work in film industry, said - You can't enter business without knowing rules of the game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X