Pics : તેંત્રીસે તરાવટી નેહા ધુપિયા : હૅપ્પી બર્થ ડે
મુંબઈ, 27 ઑગસ્ટ : બૉલીવુડના હૉટ તેમજ બિંદાસ્ત બાળા નેહા ધુપિયા આજે પોતાનો 33મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. જોકે તેમને ફિલ્મોમાં અપેક્ષિત સફળતા મળી નથી, આમ છતાં પોતાના બોલ્ડ અંદાજે તેઓ આકર્ષણના કેન્દ્ર બની રહ્યાં છે.
નેહા ધુપિયાનો જન્મ 27મી ઑગસ્ટ, 1980ના રોજ કેરળના કોચ્ચિ ખાતે થયો હતો. પંજાબી શીખ પરિવારમાંથી આવતાં નેહાના પિતા પ્રદીપિસંહ ધુપિયા નેવીમાં કમાંડર હતાં. નેહા ધુપિયાએ બૉલીવુડ કૅરિયરની શરુઆત અજય દેવગણ અભિનીત કયામત સિટી અંડર થ્રેટ ફિલ્મ સાથે કરી હતી. એ ફિલ્મી જગતમાં આવ્યે સારો એવો સમય થઈ ચુક્યો છે, પરંતુ હજુય નેહા મૅડમને અપેક્ષિત સફળતા મળી નથી. જોકે બૉલીવુડના આ આધુનિક જૂલીએ ગત જુલાઈ માસમાં પોતાના ફિલ્મી કૅરિયરનો એક દાયકો પૂર્ણ કરી લીધો છે.
નેહા ધુપિયા ગઈકાલે લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ ઉપર ચાલ્યાં. તેઓ પોતાના દસ વર્ષના કૅરિયર અંગે કહે છે - મારું મન સારા અનુભવો, મને મળનાર લોકો, શીખેલી વસ્તુઓ, ઉતાર-ચડાવ, હિટ અને ફ્લૉપ, નાચવા-ગાવા અને દીવાનગીની યાદોથી ભરેલું છે. આ બધા માટે હું ફિલ્મોની આભારી છું.
આવો તસવીરો સાથે જાણીએ નેહા ધુપિયા અંગે વધુ વિગતો :

લૅક્મે ફૅશન વીકમાં નેહા
ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શકેલાં નેહા ધુપિયા ગઈકાલે પોતાના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ લૅક્મે ફૅશન વીકમાં દેખાયાં. તેમણે રૅમ્પ ઉપર વૉક કર્યું.

માંડ તૈયાર થયાં ફિલ્મો માટે
નેહા ધુપિયાએ તાજેતરમાં એક દાયકાના કૅરિયર અંગે જણાવ્યું હતું - ફિલ્મોમાં આવવા માટે તેઓ પોતાની જાતને માંડ તૈયાર કરી શક્યાં.

અજાણ હતી ફિલ્મોથી
નેહાએ જણાવ્યું - મારા પ્રથમ દૃશ્યમાં મને સેલ્યુલાઇડ ઉપર પાણીમાંથી બહાર આવવાનું હતું, પરંતુ હું અજાણ હતી. તે આકર્ષક દૃશ્યને 10 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે.

મિસ ઇન્ડિયા નેહા
નેહા ધુપિયાએ વર્ષ 2002માં મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી હતી. તે પછી તેમણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

કયામતથી શરુઆત
નેહાએ કયામત સિટી અંડર થ્રેય ફિલ્મ સાથે પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પોતાના એક દાયકાના કૅરિયર દરમિયાન તેમણે ક્યા કૂલ હૈં હમ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સિંહ ઇઝ કિં જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

શીશા-જૂલી
નેહાએ આ દરમિયાન શીશા જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું, તો 2004માં આવેલી વિવાદાસ્પદ ફિલ્મ જૂલીમાં પણ તેઓ લીડ રોલમાં હતાં. નેહા ધુપિયાએ દાયકાના કૅરિયર દરમિયાન તેમને સહકાર કરનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

ઉંગલી-હૉટમાં દેખાશે નેહા
નેહા ધુપિયા છેલ્લે 2012માં આઈ એમ 24 ફિલ્મમાં દેખાયા હતાં. આગામી સમયમાં તેઓ ઉંગલી, હૉટ અને દિલ ને દિલ કો પુકારા જેવી ફિલ્મોમાં દેખાશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
