Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નેહા શર્માએ કહ્યુ - મને અનન્યા પાંડેની ફિલ્મો જોવામાં કોઈ રસ નથી...

અભિનેત્રી નેહા શર્માએ અનન્યા પાંડે વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રગ કેસમાં જેલમાં બંધ છે. વળી, આર્યન ખાન સાથે થયેલી એક જૂની વૉટ્સ એપ ચેટ સામે આવ્યા બાદ અભિનેત્રી અનન્યા પાંડે પણ એનસીબીના રડાર પર આવી ચૂકી છે. એનસીબી ચંકી પાંડેની દીકરી અનન્યાની પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે અભિનેત્રી નેહા શર્માએ અનન્યા પાંડે વિશે મોટુ નિવેદન આપ્યુ છે. નેહા શર્માએ કહ્યુ કે તેને અનન્યા પાંડેની કોઈ પણ ફિલ્મ જોવામાં કોઈ રસ નથી. તેણે એ પણ કહ્યુ કે અનન્યાની વિશેષતાવાળા કોઈ ણ પ્રોમો કે ટ્રેલર તેને રોમાંચક નથી લાગતા.

neha sharma

એક રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં નેહાને જ્યારે પૂછવામાં આવ્યુ કે અનન્યાનુ નામ સાંભળતા જ તેના દિમાગમાં શું આવે છે ત્યારે તેણે કહ્યુ, 'ઈમાનદારીથી કોઈ ક્રાઈમ નથી પરંતુ હું બહુ વધુ ફિલ્મો નથી જોતી અને મને નથી લાગતુ કે તેને કોઈ ફિલ્મ છે જેને હું જોવા જઈશ.' તેણે આગળ કહ્યુ કે આશા છે કે અભિનેત્રી પાસે આવતા પાંચ વર્ષોમાં કંઈક એવુ થઈ શકે છે જેને તે જોવા માંગશે.

નેહાએ શેર કર્યુ, 'બેશક, તે હજુ આગળ વધી રહી છે, બની શકે છે, આવતા પાંચ વર્ષોમાં તેની પાસે એવુ કંઈક હશે જેને હું જોવા માંગીશ પરંતુ અત્યારે નહિ.' અનન્યાએ ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા સાથે સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તેની પાસે પાઈપલાઈનમાં ફિલ્મોની એક ઠોસ લાઈનઅપ છે. તે ટૂંક સમયમાં વિજય દેવરકોંડા સાથે લિગર, દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે શકુન બત્રાની અને સિદ્ધાંત અને આદર્શ ગૌરવ સાથે 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X