For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oh God! બીજા પોસ્ટરમાં તો Transistor પણ નહીં હોય...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઑગસ્ટ : પીકે ફિલ્મના પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ થતા અનેક પ્રકારના વિવાદો ઊભા થઈ ગયા છે. આ આખો કેસ એક બાજુ કોર્ટમાં પહોંચી ગયો છે, તો શાહરુખ ખાન અને સલમાન ખાન સહિતના અનેક કલાકારોએ આ પોસ્ટર અંગે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા છે.

ચારેબાજુથી થયેલ ટીકાઓ વચ્ચે આમિર ખાન જાણે બેફિકર હોય, તેમ તેમણે જાહેર કર્યુ છે કે પીકે ફિલ્મના નવા પોસ્ટરમાંથી ટ્રાંઝિસ્ટર પણ ગાયબ થઈ જશે. ઑહ ગૉડ! તો ટ્રાંઝિસ્ટરના સ્થાને ખાલી પડેલ જગ્યાએ શું દેખાશે? આ પ્રશ્નનો ઉત્તર તો સહેજે કોઈ પણ કહી દેશે.

રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મનું પહેલુ પોસ્ટર વિવાદાસ્પદ રહ્યું. ફિલ્મનું બીજુ પોસ્ટર 15મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આવવાનુ હતું અને તેના પ્રત્યેક લોકોમાં જિજ્ઞાસા પણ હતી કે બીજા પોસ્ટરમાં પણ કંઇક અજુગતુ હશે, પણ આ પોસ્ટર હવે 15મીએ નહીં, પણ 20મી ઑગસ્ટે રિલીઝ થવાનું છે.

આમિર ખાને જણાવ્યું કે બીજા પોસ્ટરમાં તે તેમના હાથે ટ્રાંઝિસ્ટર પણ નહીં નથી. આમિરના આવા નિવેદન બાદ લોકોમાં બીજા પોસ્ટર અંગે જિજ્ઞાસા ઓર વધી ગઈ છે.

ચાલો હાલ તો બતાવીએ પીકેનુ બીજુ પોસ્ટર કેવું હોઈ શકે અને આમિરે હૉલીવુડ ફિલ્મોમાંથી કૉપી કરેલા પોસ્ટર્સ અંગે :

તો શું બચશે?

તો શું બચશે?

આમિર ખાને કહ્યું છે કે તેમની ફિલ્મ પીકેના બીજા પોસ્ટરમાં તેમના હાથે ટ્રાંઝિસ્ટર પણ નહીં હોય. હવે પ્રશ્ન ઊભો થાય છે કે ટ્રાંઝિસ્ટર હટી જાય તો શું બચશે? આગળ જોઇએ આમિરે હૉલીવુડ ફિલ્મોમાંથી કરેલી પોસ્ટરોની ઉઠાંતરી.

પીકે

પીકે

પીકેના પોસ્ટર અંગે વધુ એક નવો વિવાદ ઊભો થયો છે. જાણવા મળે છે કે રાજકુમાર હીરાણીની આ ફિલ્મ પીકેનુ પોસ્ટર કૉપી કરેલુ છે. આ પોસ્ટર એક પોર્ટુગીઝ ફિલ્મના પોસ્ટર સાથે મળતુ આવે છે.

તલાશ

તલાશ

આમિરની ફિલ્મ તલાશનું પોસ્ટર મિસન ઇમ્પૉસિબલ ઘોસ્ટ પ્રોટોકોલથી પ્રેરિત હતું.

ગઝની

ગઝની

ગઝની ફિલ્મનું પોસ્ટર પણ મોમેંટોથી પ્રેરિત હતું.

ગઝની

ગઝની

ગઝની ફિલ્મના વધુ એક કૉપીડ લુકમાં આમિર ખાન

ધૂમ 3

ધૂમ 3

આમિર ખાનની જ વધુ એક ફિલ્મ ધૂમ 3નું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ ધ ડાર્ક નાઇટથી ઇંસ્પાર્યડ હતું.

English summary
Aamir Khan's nude pose in the PK poster becomes controversial, but now a new controversy about PK poster. It was said that this poster is copied from a Portuguese movie. See Bollywood posters, which inspired from Hollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X