Pics : માધુરી સાથે ઠુમકા લગાવતાં શાહરુખ ખાન

મુંબઈ, 4 જુલાઈ : આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થતી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું આગામી હૉલ્ટ ડીઆઈડી સુપર મૉમ્સ છે. વિવિધ રિયલિટી શોમાં ચાલતા ફિલ્મના પ્રમોશનનું આગામી સ્ટેશન છે ડીઆઈડી સુપર મૉમ્સ.

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે પોતાની ફિલ્મના પ્રમોશન માટે જોરદાર મહેનત કરી રહ્યાં છે. ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે પણ શાહરુખ-દીપિકા હાજર હતાં, તો ઝલક દિખલા જા શોમાં પણ એકલા પહોંચેલા શાહરુખે માધુરી દીક્ષિત સાથે જોરદાર ઠુમકાં લગાવ્યાં. ઝલક દિખલા જામાં ધૂમ મચાવ્યા બાદ હવે ચેન્નઈ એક્સપ્રેસ ડીઆઈડી સુપર મૉમ્સ પહોંચી છે.

શાહરુખ ખાન ડાન્સ ઇન્ડિયા ડાન્સ એટલે કે ડીઆઈડી સુપર મૉમ્સમાં પણ મિથુન ચક્રવર્તી સાથે થિરક્યાં. તેઓ 14 સ્પર્ધકો અને તેમના પરિવારના સભ્યોને પણ મળ્યાં. આ પ્રસંગે તેઓ ફિલ્મના ગીત ઉપર ડાન્સ કર્યો તથા ડાયલૉગ પણ બોલ્યાં. દીપિકા પાદુકોણે પણ શાહરુખ ખાન સાથે હતાં. ઝી ટીવી ઉપર ડીઆઈડી સુપર મૉમ્સમાં ચેન્નઈ એક્સપ્રેસનું આ પ્રમોશન આગામી શનિવાર-રવિવારે જોઈ શકાશે.

આવો ઝલક દિખલા જાના મંચે શાહરુખ-દીપિકા-માધુરીની ધમાલ જોઇએ :

ઝલકના મંચે ધમાલ

ઝલકના મંચે ધમાલ

ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશન માટે શાહરુખ ખાન ઝલક દિખલા જાના મંચે પહોંચી ગયાં અને તેમણે માધુરી દીક્ષિત સાથે મન મૂકીને ઠુમકાં લગાવ્યાં.

અમિતાભે કર્યા વખાણ

અમિતાભે કર્યા વખાણ

બિગ બી અમિતાભ બચ્ચને પણ ફિલ્મ અંગે ટ્વિટ કર્યું છે કે ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ટ્રેલર જોયું કે જે બહુ જ અદ્ભુત છે. અમિતાભે જણાવ્યું - દીપિકા પાદુકોણે તો પોતાના ચરિત્રમાં એકદમ સમાઈ ગઈ છે કે જે સાચે જ બહુ સુંદર છે. મને લાગે છે કે ફિલ્મ સુપરહિટ થશે. અમિતાભ બચ્ચન દ્વારા આમ ફિલ્મના વખાણ કરવા બહુ મોટી બાબત છે.

શાહરુખ-રોહિત કૃત ચેન્નઈ એક્સપ્રેસ

શાહરુખ-રોહિત કૃત ચેન્નઈ એક્સપ્રેસ

ફિલ્મના દિગ્દર્શક ગોલમાલ ફૅમ રોહિત શેટ્ટી છે. હીરો અને નિર્માતા શાહરુખ ખાન છે, તો શાહરુખ સાથે બીજી ફિલ્મ કરી રહેલાં દીપિકા પાદુકોણે પહેલી વાર દક્ષિણ ભારતીય મહિલાના પાત્રમાં છે. ફિલ્મના બંને ગીતો ...ઘૂંઘટ... તથા ...તિતલી... ધૂમ મચાવી રહ્યાં છે. સૌને ફિલ્મનો ઇંતેજાર છે.

પ્રમોશન જોરમાં

પ્રમોશન જોરમાં

તાજેતરમાં જ ફિલ્મની આખી ટીમ કલર્સના શો કૉમેડી નાઇટ વિથ કપિલના સેટ ઉપર પહોંચ્યી હતી. સેટ ઉપર અભિનેત્રી ઉપાસના સિંહે દીપિકા પાદુકોણેનો રૂપ ધર્યો અને કંઇક આવા અંદાજે શાહરુખને ભેંટ્યા હતાં. રોહિત શેટ્ટી તથા દીપિકા પાદુકોણેએ પણ સેટ ઉપર ખૂબ ધમાલ મચાવી.

આગામી હૉલ્ટ ડીઆઈડી સુપર મૉમ્સ

આગામી હૉલ્ટ ડીઆઈડી સુપર મૉમ્સ

આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થતી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું આગામી હૉલ્ટ ડીઆઈડી સુપર મૉમ્સ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X