બીચ પર મસ્તી કરી રહેલા નિક-પ્રિયંકા, ફોટો જોઈને દિવાના થયા ફેન્સ

સ્વિત્ઝરલેન્ડમાં ખૂબ મસ્તી કર્યા બાદ પ્રિયંકા ચોપડા-નિક જોનસ રોમેન્ટીક વેકેશન માટે કેરેબિયન પહોંચ્યા છે.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ થોડા સમય પહેલા અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ બંને એકબીજા સાથે અને પરિવાર સાથે રજાઓ ગાળવામાં વ્યસ્ત છે. સ્વિત્ઝરલેન્ડમાં ખૂબ મસ્તી કર્યા બાદ બંને રોમેન્ટીક વેકેશન માટે કેરેબિયન પહોંચ્યા છે. આ દરમિયાન બીચ પર મસ્તી કરતો તેમનો એક ફોટો સામે આવ્યો છે.

બિકીની પહેરીને ઝૂલો ઝૂલતી પ્રિયંકા

બિકીની પહેરીને ઝૂલો ઝૂલતી પ્રિયંકા

નિકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો જેમાં પ્રિયંકા બીચ પર બિકીની પહેરીને ઝૂલો ઝૂલતી જોવા મળી રહી છે. આ ઉપરાંત નિકે પ્રિયંકા સાથે એક કેન્ડીડ ફોટો પણ શેર કર્યો જેના કેપ્શનાં લખ્યુ હતુ મિસ્ટર એન્ડ મિસીસ જોનસ. ફોટોમાં ફ્લોરલ ઓફ શોલ્ડર મેક્સી ડ્રેસમાં પ્રિયંકાએ નિકને પાછળથી પકડેલો છે જ્યારે નિક હાથમાં સિગાર લઈને પોઝ આપી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર અભિનંદનની વર્ષા

બંનેને ફોટા પર થોડીક જ મિનિટોમાં હજારો કમેન્ટ્સ આવી ગઈ અને લાખો લાઈક્સ પણ. પ્રિયંકા અને નિકના ફેન્સને તેમની જોડી ખૂબ પસંદ છે. બંનેના લગ્ન બાદથી જ તેમના ફેન્સ રાહ જોતા હતા અને ફોટો સામે આવતા જ જાણે કે ઈન્સ્ટાગ્રામ પર અભિનંદનની વર્ષા થઈ ગઈ.

વિદેશમાં પણ તેમની ખાસ ઓળખ

વિદેશમાં પણ તેમની ખાસ ઓળખ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસે રાજસ્થાનના ઉદયપુરના ઉમેદ ભવનમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અમુક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જ્યારે બાકીના લોકો માટે પ્રિયંકા અને નિકે અલગ અલગ રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા બોલિવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે હોલિવુડમાં સૌથી વધુ કામ કર્યુ. તેણે સીરિયલ ક્વોન્ટિકોમાં પણ કામ કર્યુ. આજે માત્ર ભારત નહિ પરંતુ બહારના દેશમાં પણ તેમની ખાસ ઓળખ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X