નીતિન દેસાઈએ આત્મહત્યા કરતા પહેલા કર્યુ રેકૉર્ડિંગ, અંતિમ સંસ્કાર ક્યાં કરવા એ જણાવ્યુ

Nitin Desai Suicide: પ્રખ્યાત દિગ્દર્શક નીતિન દેસાઈની આત્મહત્યાના કારણે હિન્દી સિનેમા જગતમાં શોકનું મોજુ છે. આવા દિગ્ગજ ડાયરેક્ટરની વિદાયથી સહુ કોઈ આઘાતમાં છે, સ્ટાર્સથી લઈને ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

આ દરમિયાન એ વાત સામે આવી છે કે આત્મહત્યા કરતા પહેલા નીતિન દેસાઈએ તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવા તે અંગેનુ એક રેકોર્ડિંગ કરેલુ છે. મનોરંજન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે નીતિને એક યુવકને સવારે રેકોર્ડિંગ જોવા આવવા કહ્યું હતું, જેના વિશે તેમણે કહ્યુ હતુ કે તે સ્ટુડિયો નંબર 10માં જોવા મળશે.

nitin desai

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, "નીતિન દેસાઈએ રાત્રે મરાઠી પાવોલ પડતે પૂછેના સેટ પર સ્ટુડિયો નંબર 10 પર ફાંસી લગાવી દીધી હતી." સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના છેલ્લા રેકોર્ડિંગમાં નીતિન દેસાઈએ કહ્યું હતું કે, "તેમનો એનડી સ્ટુડિયો તેમની પાસેથી છીનવામાં ન આવે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર સ્ટુડિયો નંબર 10માં કરવામાં આવે."

સ્ટુડિયોના સૂત્રો પરથી જાણવા મળ્યું કે, "તેનું આયોજન નીતિન દેસાઈ દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું. તેમણે રાત્રે સિક્યોરિટી પાસેથી તમામ ચાવીઓ લઈ લીધી હતી અને તેના રૂમમેટને તેમણે સ્ટુડિયોમાં એકલા છોડી દેવા કહ્યું કારણ કે તેમને કોઈ જરુરી કામ કરવાનું છે. નીતિન એ યુવકને મૂકવા માટે છેક બહાર સુધી ગયા હતા અને બીજા દિવસે સવારે 8.30 વાગે આવવાનું પણ કહ્યું.

હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી સુપરહિટ ફિલ્મોના સેટ ડિઝાઇન કરનાર નીતિન દેસાઈએ 58 વર્ષની વયે સવારે 3.30 વાગે પોતાના સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી હતી. આ ઘટનાએ બૉલિવુડને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે. હેમા માલિનીથી લઈને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે પણ નીતિન દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X