For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૅડ ફિલ્મો કરવા નથી માંગતો બૉલીવુડનો બૅડમૅન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડમાં બૅડમૅન તરીકે જાણીતા અભિનેતા-ખલનાયક ગુલશન ગ્રોવર કહે છે કે અભિનેતા તરીકે તેમની મર્યાદા છે કે તેઓ હીનકક્ષાની અને વલ્ગર ફિલ્મો નથી કરી શકતાં. તેમની ફિલ્મ સૂપર સે ઊપર આજે જ રિલીઝ થઈ છે.

gulshan-grover

ગુલશને જણાવ્યું - હું એવી ફિલ્મો નથી કરવા માંગતો કે જેને પોતાના પરિવાર સાથે ન જોઈ શકાય. હું ઘટિયા કે અપ્રિય ફિલ્મોનો ભાગ ન બની શકું. આના કરતાં હું લઘુ ફિલ્મો કરીશ કે જેમાં કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરી શકું. 58 વર્ષીય ગુલશને જણાવ્યું કે તેઓ પોતાની ફિલ્મોની વિષય-સામગ્રીની બાબતમાં સંતુષ્ટ છે.

ગુલશન ગ્રોવર કહે છે - આજકાલ જે પ્રકારની સ્ક્રિપ્ટ્સ મળી રહી છે, તેનાથી હું બહુ ખુશ છું. ફિલ્મ નિર્માતાઓ મારામાં વિશ્વાસ દાખવી રહ્યાં છે, તેથી હું બહુ ખુશ અને વિનમ્ર અનુભવુ છું. હાલ ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ સમય છે. તેઓ કહે છે - સૂપર સે ઊપરમાં મારું પાત્ર સ્વર્ગસ્થ ચિત્રકાર એમ એફ હુસૈન પ્રેરિત છે. આ પાત્ર લીક સે હટકે છે. મેં અગાઉ ક્યારેય આવો રોલ નથી કર્યો.

શેખર ઘોષ દિગ્દર્શિત સૂપર સે ઊપર ફિલ્મમાં વીર દાસ પણ છે. ફિલ્મનું નિર્માણ જિગસૉ પિક્ચર્સે કર્યું છે અને રિલાયંસ એંટરટેનમેંટે તેને રજૂ કરી છે. ફિલ્મ આજે રિલીઝ થઈ છે.

English summary
Actor Gulshan Grover, whose "Sooper Se Ooper" released Friday, says his limitation as an actor is that he can never do cheap and down-market films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X