સ્ક્રીન ઉપર ‘નો ફૅમિલી બિઝનેસ’ : સોહા અલી ખાન
મુંબઈ, 13 જુલાઈ : તેમના માતા શર્મિલા ટૅગોર એક જાજરમાન અભિનેત્રી છે, તેમના ભાઈ સૈફ અલી ખાન તથા ભાભી કરીના કપૂર પણ બૉલીવુડના સફળ અને સક્રિય સ્ટાર્સ છે, પરંતુ સોહા અલી ખાન માને છે કે તેમના પરિવારના સભ્યો કોઈ પણ ફિલ્મમાં એક સાથે કામ કરવામાં રસ નથી ધરાવતાં.

ફિલ્મમાં એક સાથે કામ કરવા અંગે 34 વર્ષીય સોહા અલી ખાન કહે છે - અમે સ્ક્રીન શૅર કરવા અંગે બહુ રસ નથી ધરાવતાં. આ રસપ્રદ બાબત નથી. અમે કલાકારો છીએ અને ફિલ્મોમાં કોઈના પણ પત્ની કે પુત્રી બની શકીએ છીએ.
સોહાએ શુક્રવારે રેવલોનની નવી પ્રોડક્ટ રેંજ લૉન્ચ કરતાં જણાવ્યું - હું એક કલાકાર છું અને અભિનય કરુ છું. તેથી મારા માતા કે ભાઈ સાથે કામ કરવા અંગે કંઈ સ્પેસિયલ નથી. સોહા અલી ખાન છેલ્લે ગો ગોવા ગોન ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે દેખાયા હતાં. ગો ગોવા ગોન ફિલ્મમાં સોહાના લિવ ઇન ફ્રેન્ડ કુણાલ ખેમૂ તથા ભાઈ સૈઙ અલી ખાન લીડ રોલમાં હતાં. સોહા ટુંકમાં જ વૉર છોડ ના યાર ફિલ્મમાં દેખાશે કે જેમાં શરમન જોશી અને જાવેદ જાફરી પણ છે.












Click it and Unblock the Notifications
