Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાલ માતા નહિં બને કરીના, તો રામલીલા કેમ છોડી?

મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડના બહુબેગમ કરીના કપૂરની દરેક વાત જાણવા લોકો આતુર રહે છે. આ વાત કરીના કપૂર પણ સારી રીતે જાણે છે. તેથી તેઓ વચ્ચે-વચ્ચે પોતાની સાથે જોડાયેલ મુદ્દા છેડતાં રહે છે. 16મી ઑક્ટોબરના રોજ સૈફ અલી ખાનના અર્ધાંગિની બનનાર કરીના કપૂરે એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે.

Kareena Kapoor

લગ્ન બાદ પ્રથમ વાર એક પ્રોડક્ટ ઇવેન્ટમાં નજરે પડનાર કરીના કપૂરે જણાવ્યું કે તેઓ હજુ માત્ર 32 વરસના છે. તેથી તેઓ હાલ બાળકના માતા બનવા અંગે વિચારી શકે નહિં. તેઓ સ્વતંત્ર વિચારો ધરાવતાં નવી પેઢીના છોકરી છે. કોઈ મને પ્રશ્ન કરે, તે અગાઉ હું જણાવી દેવા માંગુ છું કે હું અત્યારે માતા બનવાની નથી.

ઠીક છે કે કરીના કપૂર સૈફ અલી ખાનના બાળકના માતા ક્યારે બનશે, તે તેમનો પર્સનલ નિર્ણય છે, પરંતુ વિચારવાની વાત એ છે કે જ્યારે કરીના મૅડમે લગ્ન બાદ ફૅમિલી પ્લાન કરવાની જ નહોતી, તો પછી તેમણે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા કરવાનો ઇનકાર કેમ કર્યો?

કારણ કે અગાઉ માહિતી એવી મળી હતી કે કરીનાએ રામલીલા માત્ર એટલા માટે છોડી હતી કે સંજયે કરીના સામે એક કૉન્ટ્રાક્ટ મુક્યો હતો કે તેઓ ફિલ્મના શુટિંગ દરમિયાન માતા નહિં બને. તેથી રામલીલા કરીનાના હાથમાંથી ખસકી દીપિકા પાદુકોણેની ઝોળીમાં જતી રહી.

કરીના ત્યારે ખોટુ બોલી રહ્યા હતાં કે અત્યારે? આ કળવું જરા મુશ્કેલ છે, પરંતુ એટલું તો નક્કી છે કે કરીના કપૂર છે ખૂબ બિંદાસ્ત. હાલ તો કરીના કપૂર પોતાની ફિલ્મ તલાશ અંગે ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મ 30મી નવેમ્બરે રિલીઝ થવાની છે. કરીનાના લગ્ન બાદ આ તેમની પ્રથમ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં તેઓ વેશ્યાના રોલમાં છે. તેમના હીરો આમિર ખાન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X