કુંદન સાથે દોસ્તી ઇનફ, હવે ‘નો ફ્રેન્ડ્સ’ કહેતો મુરારી
મુંબઈ, 29 જૂન : કુંદન સાથેની દોસ્તી ઇનફ છે. હવે કોઈ નવા મિત્રની ઝંખના નથી મુરારીને. સમજ્યાં કે નહિં? કોની વાત કરીએ છીએ અમે? હા ભાઈ, અમે એ જ મુરારીની વાત કરી રહ્યાં છે કે જે રાંઝણા ફિલ્મમાં કુંદનનો મિત્ર છે.

રાંઝણા ફિલ્મમાં અભિનેતા ધનુષના મિત્ર મુરારીનો રોલ કરનાર મહોમ્મદ ઝીશાન અયુબ કહે છે કે રાંઝણામાં તેમના રોલની પ્રશંસા થઈ છે અને લોકોએ તેમના અભિનયને પણ વખાણ્યો છે, પરંતુ હવે તેઓ મજબૂત પક્ષ તરીકેની ભૂમિકા ભજવવા માંગે છે અને તે સમર્થક કે વિરોધી હોઈ શકે.
તેમણે જણાવ્યું - રાંઝણાની સફળતા બાદ મને ઘણી ફિલ્મોની ઑફર મળી રહી છે, પણ તે તમામ ઑફર દોસ્તના રોલની છે. હવે હું પોતાની જાતને વધુ એક્સપ્લોર કરવા માંગુ છું અને અન્ય દિશાઓમાં જોવા માંગુ છું. હું મજબૂત ભૂમિકાઓ કરવા માંગીશ.
મેરે બ્રધર કી દુલ્હન તથા જન્નત 2 ફિલ્મમાં કામ કરી ચુકેલા મહોમ્મદ ઝીશાન અયુબની આગામી ફિલ્મ માઝી છે. તેઓ કહે છે - હું મારી આગામી ફિલ્મમાં નેગેટિવ રોલ કરી રહ્યો છું અને ફિલ્મનું નામ માઝી છે. હું સિનેમાના વિવિધ પાસાઓ સાથે જોડાઈ ખુશ છું અને કોઈ એક રોલમાં જકડાઈને રહેવા માંગતો નથી.
નોંધનીય છે કે અનિલ કપૂર નિર્મિત રાંઝણા ફિલ્મ હિટ રહી છે કે જેમાં તેમના પુત્રી સોનમ કપૂર અને ધનુષ તેમજ અભય દેઓલ છે.












Click it and Unblock the Notifications
