શાદી ઔર અભી... ના બાબા ના... : કંગના ઉવાચ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 2 જાન્યુઆરી : પોતાની સ્ત્રીપ્રધાન ફિલ્મ ક્વીનની રિલીઝની તૈયારી કરી રહેલા અભિનેત્રી કંગના રાણાવત કહે છે કે હાલ તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. તેઓ હાલ જીવનની બીજી પ્રાથમિકતાઓમાં વ્યસ્ત છે.

કંગના રાણાવતે એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું - મારો હાલ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી અને હું એકલી રહેવાનું પસંદ કરુ છું. મારા જીવનમાં બીજી પણ વસ્તુઓ છે કે જે મારી પ્રાથમિકતાઓ છે. લગ્નનો મતલબ સાથ અને પ્રતિબદ્ધતા છે, પણ હાલ મારી એવી કોઈ યોજના નથી.

કંગના રાણાવતે જણાવ્યું - એક વ્યક્તિ તરીકે મને કોઈના સાથની જરૂર નથી અને મેં એકલા રહેવા માટે બહુ કામ કર્યું છે. મને એકલી રહેવુ ગમે છે. વર્ષ 2013માં શૂટઆઉટ એટ વડાલા, ક્રિશ 3 તેમજ રજ્જો જેવી ફિલ્મો કરનાર કંગના રાણાવત હવે પછી ક્વીન અને રિવૉલ્વર રાણી જેવી ફિલ્મોમાં દેખાશે. વિકાસ બહલ દિગ્દર્શિત ક્વીન ફિલ્મમાં રાજકુમાર યાદવ તથા લીઝા હૅડન પણ છે.

આવો જોઇએ ક્વીન ફિલ્મની તસવીરી ઝલક :

સફળ રહ્યું 2013

સફળ રહ્યું 2013

કંગના રાણાવત માટે વર્ષ 2013 સફળ રહ્યું છે. તેમની ત્રણ ફિલ્મો શૂટઆઉટ એટ વડાલા, ક્રિશ 3 અને રજ્જો આવી કે જે સરેરાશ સફળ રહી.

ક્વીન કંગના

ક્વીન કંગના

કંગના રાણાવત હાલ પોતાની આવનાર ફિલ્મ ક્વીન અંગે વ્યસ્ત છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે કે જેમાં તેમના હીરો રાજકુમાર યાદવ છે.

સ્ત્રી પ્રધાન ફિલ્મ

સ્ત્રી પ્રધાન ફિલ્મ

ક્વીન એક સ્ત્રી પ્રધાન ફિલ્મ છે કે જેમાં કંગના સાથે લીઝા હૅડન પણ છે.

રિવૉલ્વર રાણી

રિવૉલ્વર રાણી

કંગના રાણાવત ક્વીન ઉપરાંત રિવૉલ્વર રાણી ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.

લગ્ન હાલ નહીં

લગ્ન હાલ નહીં

લગ્નના પ્રશ્ને કંગના રાણાવત કહે છે કે હાલ તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. તેમની અન્ય પ્રાથમિકતાઓ છે.

English summary
Actress Kangana Ranaut, who is gearing for the release of her women-centric film "Queen", says she has no plans for marriage as off now as she is busy with other priorities in life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.