મેંટલ 22મી નવેમ્બરે રિલીઝ થવાની અટકળો તથ્યહીન : સોહેલ
મુંબઈ, 29 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક સોહેલ ખાને પોતાની ફિલ્મ મેંટલ 22મી નવેમ્બરે રિલીઝ થવાની અટકળોને ફગાવતાં જણાવ્યું છે કે તેમનું એવું કોઈ આયોજન નથી. ફિલ્મમાં સોહેલના ભાઈ અભિનેતા સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે.

સોહેલે જણાવ્યું - હું 22મી નવેમ્બરે ફિલ્મ રિલીઝ કરી રહ્યો છું, તે વાત મારા માટે નવી છે. હવે લોકો મારા માટે નક્કી કરવા લાગ્યાં છે કે હું ક્યારે પોતાની ફિલ્મ રિલીઝ કરીશે. તેમણે જણાવ્યું - જે ઝડપે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, તે જોતાં વર્ષાંત સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે, પરંતુ મેં કોઈ તારીખ નક્કી નથી કરી.
મેંટલ સોહેલ ખાન દિગ્દર્શિત પાંચમી ફિલ્મ છે. તેમણે 1997માં ઔઝાર ફિલ્મ સાથે દિગ્દર્શનની શરુઆત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન અને સોહેલ ડિસેમ્બરના મધ્યમાં ફિલ્મ રિલીઝ કરવા ધારે છે. ડિસેમ્બરના અંતે ધૂમ 3 પણ રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન પોતાની ફિલ્મ મેંટલ ડિસેમ્બરમાં રિલીઝ કરવા માંગે છે, પરંતુ ધૂમ 3માં વિઘ્ન નથી નાંખવા માંગતા, કારણ કે આ ફિલ્માં તેમના બંને નજીકના મિત્રો આમિર ખાન તથા કૅટરીના કૈફ છે. મેંટલમાં ડેઝી શાહ અભિનેત્રી છે. ઉપરાંત સના ખાન, વત્સલ સેઠ, અસ્મિત પટેલ તથા મુકુલ દેવ પણ છે.












Click it and Unblock the Notifications
