તલાશના પ્રીમિયરમાં ખાન બંધુઓની ‘તલાશ’

મુંબઈ, 30 નવેમ્બર : આજે બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની ફિલ્મ તલાશ પડદે આવી ગઈ છે. ફિલ્મ માટે આતુર લોકોએ એડવાંસ ટિકિટ પાંચ દિવસ અગાઉથી જ ખરીદી લીધી છે કેજેના પગલે આ ફિલ્મ રિલીઝ અગાઉ જ 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે. ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે ફિલ્મનું ભવ્ય પ્રીમિયર યોજાયું. તેમાં બૉલીવુડના અનેક દિગ્ગજો પહોંચ્યા અને ફિલ્મના જબરા વખાણ કર્યાં, પરંતુ આ પ્રીમિયરમાં તેઓ પહોંચ્યા જ નહીં કે જેમને સૌની નજરો શોધી રહી હતી.

Aamir-Rani

આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ? હાજી, અહીં વાત થઈ રહી છે ખાન બંધુઓની. આમિરના આ ભવ્ય પ્રીમિયરમાં ન દેખાયાં શાહરુખ ખાન કે સલમાન ખાન જ નજરે પડ્યાં. એટલું જ નહિં, ફિલ્મના હીરોઇન એટલે કે કરીના કપૂર હોવાં છતાં પ્રીમિયરમાં સૈફ અલી ખાન પણ ગાયબ જ રહ્યાં. હવે વિચારવાની બાબત એ છે કે આખરે ત્રણે ખાનો આવ્યાં કેમ નહિં? શું આમિરે તેમને આમંત્રણ જ નહિં આપ્યું હોય. એ પણ એવામાં કે જ્યારે આમિર પોતે જ ફિલ્મના નિર્માતા છે.

જરા પાછળ જઇએ. કિંગ ખાનની ફિલ્મ જબ તક હૈ જાનનું પ્રીમિયર હતું. આમિર ખાનને આમંત્રણ અપાયુ હતું. તેઓ પહોંચ્યા પણ હતાં અને મીડિયા સામે આવી હૃદયપૂર્વક જબ તક હૈ જાનની સફળતા માટે દુઆ કરી હતી, તો પછી એવું તો શું થયું કે શાહરુખ ખાન તલાશના પ્રીમિયરમાં આવ્યાં નહિં. આ જ સવાલ સલમાન માટે પણ ઊભો થાય છે, કારણ કે શાહરુખ-આમિર તો ભલે એક-બીજાને પસંદ ન કરતાં હોય, પરંતુ આમિર-સલમાન તો લંગોટિયા યાર છે. પછી તેઓ કેમ ફિલ્મ જોવા ન આવ્યાં?

આખરે શું થઈ ગયું? શું સલમાન-શાહરુખને આમિરની ફિલ્મ તલાશ સામે કોઈ ખતરો છે? શું બંનેને લાગે છે કે તલાશ તેમની ફિલ્મો એક થા ટાઇગર અને જબ તક હૈ જાનનો રેકૉર્ડ તોડી દેશે. કારણ કઈં પણ હોય, પરંતુ હકીકત તો એ જ છે કે બંને હીરો તલાશ જોવા પહોંચ્યા નહિં.

સલમાન-શાહરુખ-આમિરની વાત તો સમજ્યા, પરંતુ સૈફ અલી ખાન કેમ આવ્યા નહિં, તે સમજાતું નથી. ફિલ્મ તેમના પત્ની કરીના કપૂરની છે. લગ્ન પહેલાની છેલ્લી ફિલ્મ હીરોઇનના પ્રીમિયરમાં હાજર રહેલાં સૈફ લગ્ન પછીની પ્રથમ ફિલ્મના પ્રીમિયરમાં કેમ ન આવ્યાં, તો સૌથી વધુ ચોંકાવનારી બાબત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X