“ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા”ના ટ્રેલરમાં નોરાનો એક્શન અંદાજ
અજય દેવગણની ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનુ ટ્રેલર રિલીઝ થતા જ સંવાદો અને ફિલ્મના કાસ્ટની ચર્ચા થઈ રહી છે.
અજય દેવગણની ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનુ ટ્રેલર રિલીઝ થતા જ સંવાદો અને ફિલ્મના કાસ્ટની ચર્ચા થઈ રહી છે. અજય દેવગણ સાથે આ ફિલ્મમાં સંજય દત્ત, શરદ કેલકર, સોનાક્ષી સિંહા સાથે બીજુ એક નામ અચાનક જ ચર્ચામાં આવી ગયુ છે તે છે નોરા ફતેહીનું. ટ્રેલરમાં નોરા ફતેહીની પહેલી ઝલક સ્પષ્ટ કહી રહી છે કે તે એક ડાન્સરની જેમ નહીં પણ ફિલ્મમાં એક્શન અને દેશભક્તિના રંગમાં જોવા મળશે.

નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલરનું એક દ્રશ્યની શેર કર્યુ
નોરા ફતેહીના અવાજમાં, ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામા દેશભક્તિની ભાવનાઓ વચ્ચે "મેં રહુ ન રહુ હિન્દુસ્તાન રહેગા" ડાયલોગ નુરા ફતેહીના અવાજમાં છવાઈ ગયો છે. નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલરનું એક દ્રશ્યની શેર કર્યુ છે. જે દર્શાવે છે કે નોરા પણ ભુજના કલાકારોમાં સૌથી શક્તિશાળી અભિનેત્રી તરીકે ઉભરી રહી છે.

ફિલ્મની વાર્તા 1971 ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત
આ ફિલ્મની વાર્તા 1971 ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાનની એક સાચી અને સાહસિક ઘટના પર આધારિત છે. અજય દેવગણ સ્ક્વોડ્રોન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં નોરા ફતેહી ભારતીય જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જ્યાં તે પહેલીવાર સ્ક્રીન પર ખતરનાક એક્શન કરતી પણ જોવા મળશે.

નોરા અગાઉ બાટલા હાઉસમાં અભિનયની ઝલક બતાવી ચુકી છે
નોરા ફતેહીએ અગાઉ બાટલા હાઉસમાં તેના અભિનયની ઝલક બતાવી ચુકી છે. ત્યારબાદ નોરાને આ ફિલ્મમાં પોતાની અભિનય કુશળતા બતાવવાની તક મળી છે. ટ્રેલર રીલીઝ થતાની સાથે જ નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઝલક શેર કરી. અહીં નોરા આ સીનમાં જય હિન્દ બોલતી જોવા મળી રહી છે.

ટ્રેલરમાં નોરા ફતેહીના ત્રણ સંવાદોનો સમાવેશ કરાયો
નોરા ફતેહીએ એક મુલાકાતમાં કહ્યું છે કે મેં ફિલ્મમાં એક એવુ પાત્ર ભજવ્યું છે, જોયા પછી દર્શકોને મારા પર ગર્વ થશે. આ ટ્રેલરમાં નોરા ફતેહીના ત્રણ સંવાદોનો સમાવેશ કરાયો છે. જ્યાં તે ભારત માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે સૈનિક તરીકે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રેલરમાં નોરા ફતેહીની એક ઝલક ચાહકોને આશ્ચર્યકિત કરી રહી છે. આ ફિલ્મમાં એક્શન સીન માટે નોરાએ ટ્રેનિંગ પણ લીધી છે.












Click it and Unblock the Notifications
