Nora Fatehi-Malaika Arora Dance :51 વર્ષની મલાઈકા સામે ફિક્કી પડી નોરા ફતેહી, ડાન્સ વીડિયો વાયરલ
Nora Fatehi-Malaika Arora Dance Video : 51 વર્ષની મલાઈકા અરોરા આજે પણ બોલિવૂડની નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
મલાઈકા અરોરાના ડાન્સ હોય કે તેની ફેશન તમામ બાબતોમાં મલાઈકા અરોરાનો કોઈ મુકાબલો નથી. આ વાત એક વાયરલ વીડિયો જોઈને ફરીથી સાબિત થઈ રહી છે.

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ અમેરિકન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ સાથે હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીનું નવું ગીત સ્નેક રિલીઝ થયું છે, જેમાં તે અમેરિકન ગાયક જેસન ડેરુલો સાથે જોવા મળી રહી છે. નોરાના આ ગીત પર મલાઈકા અરોરાના ડાન્સે ગરમી આગ લગાવી દીધી છે.
હાલમાં જ સોંગના પ્રમોશન માટે નોરા ફતેહી જેસન ડેરુલો સાથે એક રિયાલિટી શોમાં પહોંચી હતી, જેનો વીડિયો નોરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં નોરા, જેસન અને મલાઈકાને ડાન્સ ફ્લોર પર એકસાથે છે અને ત્રણેય સ્નેક પર ડાન્સ કરી રહ્યા છે. નોરા અને મલાઈકા અરોરા તેના કિલર ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ફેન્સ નોરા ફતેહી અને મલાઈકા અરોરાની અદાઓના દિવાના થઈ રહ્યાં છે. નોરા ફતેહીના ડાન્સ મૂવ્સથી બધા વાકેફ છે પરંતુ 51 વર્ષની ઉંમરે નોરા પોતે મલાઈકા અરોરાના પોતાના સોંગ પરના ડાન્સ સામે ફિક્કી પડી રહી છે. વાયરલ વીડિયોમાં નોરા ગ્રાન સાડીમાં અને મલાઈકા બ્લેક લુકમાં આગ લગાવી રહી છે.
વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ સતત લાઈક અને કમેન્ટ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે નોરા ફતેહીનું આ સોંગ 16 જાન્યુઆરીએ રિલીઝ થયું છે 28 મિલિયન વ્યૂઝને પાર કરી દીધા છે.












Click it and Unblock the Notifications
