Nora Fatehi Stuck In US : લોસ એન્જલસની આગમાં માંડ માંડ બચી નોરા ફતેહી, વીડિયો વાયરલ કરીને જણાવી આપવિતી
Nora Fatehi Stuck In US : અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં કેટલાક હોલિવૂડ સ્ટાર્સના ઘર બળીને ખાખ થઈ ગયા છે. આ આગમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી ફસાઈ હતી.
નોરા ફતેહીએ ખુલાસો કર્યો હતો કે લોસ એન્જલસમાં આગ લાગવાના કારણે તેને અને તેની ટીમને હોટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પર જંગલની આગની એક ઝલક શેર કરી અને અનુભવ શેર કર્યો.

વીડિયોમાં નોરા કહેતીએ કહ્યું કે, હું LA માં છું અને જંગલની આગ ભયંકર છે. મેં પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી. અમને પાંચ મિનિટ પહેલા જ હોટેલ છોડવાનો આદેશ મળ્યો હતો. તેથી હું વહેલી નીકળી ગઈ. મેં મારો બધો સામાન પેક કરી દીધો છે અને હું અહીંથી જઈ રહી છું. હું એરપોર્ટ નજીક જઈશ અને ત્યાં આરામ કરીશ કારણ કે આજે મારી ફ્લાઇટ છે અને મને આશા છે કે હું તે પકડી શકીશ.
નોરા ફતેહીએ આગળ કહ્યું કે, મને આશા છે કે મારી ફ્લાઇટ રદ નહીં થાય કારણ કે આ બધું ખૂબ જ ડરામણું છે. હું તમને બધાને અપડેટ આપતી રહીશ. મને આશા છે કે લોકો સુરક્ષિત રહેશે, મેં આ પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી.
જણાવી દઈએ કે, લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આમાં જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, પેરિસ હિલ્ટન, એડમ બ્રોડી, યુજેન લેવી, એન્થોની હોપકિન્સ, બિલી ક્રિસ્ટલ, માઇલ્સ ટેલર, કેલી ક્લાર્કસન, ટેલર જેવી હોલીવુડની કેટલીક મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે.
लॉस एंजेलिस : कैलिफोर्निया के जंगलों में लगी भीषण आग के बीच अमेरिका में फंसी मॉडल और डांसर नोरा फतेही, वीडिया शेयर कर सुनाई आपबीती। #California #BollywoodCelebrity #NoraFatehi #CaliforniaJungleFire #CaliforniaWildfires #CaliforniaFire #USFireTragedy #PeoplesUpdate pic.twitter.com/5eKQcn2n1y
— Peoples Samachar (@psamachar1) January 9, 2025
અહેવાલો અનુસાર, સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેના સુંદર વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં લગભગ 12,000 એકર જમીન બળીને ખાખ થઈ છે. અગ્નિશામક ટીમો હજુ પણ અનિયંત્રિત જંગલની આગ સામે લડી રહી છે, જેના કારણે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી છે અને ટ્રાફિક ખોરવાયો છે.












Click it and Unblock the Notifications
