For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : John નહીં, ‘Jan’ છે બિપાશા માટે ફૅવરિટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : શુક્રવારે જ્યારે સમાચાર આવ્યાં કે જ્હૉન અબ્રાહમે પોતાના ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી લીધાં, ત્યારે જ્હૉનના ફૅન્સ સહિત દરેકના મન અને મોઢે બિપાશા બાસુનું નામ ઉપસી આવ્યું, કારણ કે બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ વચ્ચે નવ વરસ સુધી સંબંધો હતાં. જ્હૉને લગ્ન કરી લેતાં સૌ બિપાશાના પ્રત્યાઘાત જાણવા આતુર હતાં, પરંતુ જ્યારે તેમનું ટ્વિટર ઍકાઉંટ જોવામાં આવ્યું, તો ખબર પડી કે બિપાશા માટે જ્હૉન નહીં, પણ જાન્યુ ફૅવરિટ છે.

જાન્યુ એટલે જાન્યુઆરી મહીનો. બિપાશા બાસુ હાલ પોતાના બૉયફ્રેન્ડ હરમન બવેજા સાથે ગોવા ખાતે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. બિપાશા સાથે તેમનો પરિવાર પણ છે. જ્યારે જ્હૉન અબ્રાહમ અને પ્રિયા રુંચાલના લગ્નના સમાચાર આવ્યાં, તો ફૅન્સ બિપાશાના પ્રત્યાઘાત જાણવા તેમનું ટ્વિટર ઍકાઉંટ ખોલવા માંડ્યાં, પરંતુ ત્યાં જ્હૉનના નામનો કોઈ ઉલ્લેખ જ નહોતો.

આવો તસવીરો સાથે જાણીએ જ્હૉન-પ્રિયાના લગ્નના સમાચાર વચ્ચે બિપાશા શુ કરી રહ્યાં છે :

જ્હૉન-પ્રિયાના લગ્ન

જ્હૉન-પ્રિયાના લગ્ન

શુક્રવારે બૉલીવુડમાં સૌથી વધુ ચોંકાવનારા અને મસાલેદાર સમાચાર હતાં જ્હૉન અબ્રાહમ અને પ્રિયા રુંચાલના લગ્ન. આવા સમાચાર ટાણે લોકોને જ્હૉનના એક્સ-ગર્લફ્રેન્ડ બિપાશા બાસુની યાદ આવવી સ્વાભાવિક છે, પણ ક્યાં હતાં બિપાશા?

રિલેક્સ આપે છે ગોવા

રિલેક્સ આપે છે ગોવા

પોતાના એક્સ-બૉયફ્રેન્ડ જ્હૉનના લગ્નના સમાચારો વચ્ચે બિપાશા બાસુ તો ગોવામાં નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત દેખાયાં. ટ્વિટર ઉપર તેમણે તસવીર પોસ્ટ કરી લખ્યું - ગોવા એકમાત્ર એવુ સ્થળ છે કે જ્યાં આપ મુક્તિ અને શાંતિનો અનુભવ કરી શકો છો.

પરિવાર સાથે

પરિવાર સાથે

બિપાશા હાલ પોતાના પરિવાર સાથે ગોવામાં રજાઓની ઉજવણી કરી રહ્યાં છે.

બૉયફ્રેન્ડ પણ હાજર

બૉયફ્રેન્ડ પણ હાજર

એક બાજુ જ્હૉન પ્રિયા સાથે ઉજવણી કરતા હતાં, તો બિપાશાએ પણ પોતાના નવા બૉયફ્રેન્ડ હરમન બવેજાને ગોવામાં સાથે રાખ્યા હતાં.

જાન્યુઆરી ફૅવરિટ મંથ

જાન્યુઆરી ફૅવરિટ મંથ

લોકો બિપાશા બાસુના મોઢે જ્હૉન શબ્દ સાંભળવા માંગતા હતાં, પણ તેમણે આજે જે ટ્વીટ કર્યું, તેમાં John નહીં, પણ Jan એટલે કે જાન્યુઆરીનો મહિમા ગાયો છે. બિપાશાએ ટ્વીટ કર્યું - જાન્યુઆરી મારા માટે ફૅવરિટ મંથ છે, કારણ કે આ મહીને મારો જન્મ દિવસ આવે છે.

બિપાશા-જ્હૉન

બિપાશા-જ્હૉન

એક સમયે બૉલીવુડમાં જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુના સંબંધો ચર્ચાના ચગડોળે હતા. બંનેના આ સંબંધો લગ્નની વેદીએ ન પહોંચી શક્યાં.

English summary
Bipasha Basu celebrating new year in Goa. She tweeted, ''My most fav month, Jan!Birthday month!As always,super excited:). Goa is the only place where u cn just be!Liberating n Relaxing:) Back to mumbai after a great holiday!Rejuvenated! ''
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X