ઓસ્કાર જ નહીં આ મોટા મંચ પર ભારતનું નામ રોશન કરી ચુકી છે દીપિકા પાદુકોણ
પોતાની એક્ટિંગ અને અદાઓથી દુનિયાભરનાં મોટી ફેન ફોલોઈંગ ધરાવતી દીપિકા પાદુકોણ 2022 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આઠ સભ્યોની જ્યૂરી ટીમનો ભાગ હતી. દીપિકા આ ટીમમાં એકલી ભારતીય હતી.
હાલ દુનિયા અને ભારતમાં ઓસ્કારની ખુબ ચર્ચા છે. આ ચર્ચાઓ વચ્ચે ભારતીયા અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ છવાયેલી છે. દીપિકા પાદુકોણને ઓસ્કાર પ્રઝેન્ટર કરવાનો મોકો મળ્યો તે ભારત માટે ગર્વની વાત છે. જો કે દીપિકા માટે આ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ તે ઘણા મોટા મંચ પર છવાઈને ભારતનું નામ રોશન કરી ચુકી છે. આ લિસ્ટમાં ફીફા વર્લ્ડ કપથી લઈને મેટ ગાલા સુધીની ઈવેન્ટ સામેલ છે. દીપિકાએ ભારતને ઘણી વખત ગર્વ અપાવ્યો છે.

ધ મેટ ગાલા
દીપિકા પાદુકોણ મેટ ગાલામાં રેડ કાર્પેટ પર ઉતરીને દુનિયાભરમાં છવાઈ ગઈ ગતી. મેટ ગાલા દુનિયાની મૌથી મોટી ફેશન ઈવેન્ટોમાંથી એક છે. દુનિયાભરના ગ્લેમર વચ્ચે અહીં દીપિકાએ ભારતને ગર્વ અપાવ્યો છે.

ફિફા વર્લ્ડ કપ ટ્રોફી લોંચ
ગયા વર્ષે દીપિકાએ પોતાના ખાતામાં વધુ એક મોટી ઉપબલ્ધિ સામેલ કરી. આ ઉપલબ્ધિ એટલે ફિફા વર્લ્ડ કપ ટ્રોફી લોંચ. આ સાથે જ દીપિકા FIFA વર્લ્ડ કપ ટ્રોફી લોંચ કરનારી પહેલી ભારતીય બની હતી. દીપિકાની આ ઉપલબ્ધિ તેના પોતાના અને ભારત માટે ગર્વની ક્ષણ હતી.

ધ વર્લ્ડ્સ મોસ્ટ બ્યૂટીફૂલ
ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી નામની શારીરિક પરફેક્શન સેટ કરતી ગ્રીક ટેકનિક વિશ્વની સૌથી સુંદર મહિલાઓ નક્કી કરે છે. તે અનુસાર દીપિકા પાદુકોણને વિશ્વની 10 સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે. આ લિસ્ટમાં કિમ કાર્દાશિયનનું બેલા હદીદ, બેયોન્સ અને એરિયાના ગ્રાન્ડે જેવા મોટા નામ સામેલ છે. આ લિસ્ટમાં દીપિકા એકમાત્ર ભારતીય છે.

કાન્સ જ્યુરી
પોતાની એક્ટિંગ અને અદાઓથી દુનિયાભરનાં મોટી ફેન ફોલોઈંગ ધરાવતી દીપિકા પાદુકોણ 2022 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આઠ સભ્યોની જ્યૂરી ટીમનો ભાગ હતી. દીપિકા આ ટીમમાં એકલી ભારતીય હતી. અહીં દીપિકાએ રેડ કાર્પેટ સિવાય પોતાને મજબુત સ્થાન પર પહોંચાડીને દેશનું નામ રોશન કર્યુ.

હોલિવૂડ ડેબ્યૂ
દીપિકા પાદુકોણ હોલિવૂડ એક્શન સ્ટાર વિન ડિઝલ સાથે બોલિવૂડ ડેબ્યુ કરીને પોતાને સાબિક કરી ચુકી છે. આ ફિલ્મમાં દીપિકાની એક્ટિંગ અને ગ્લેમરે દુનિયાભરના ફેન્સના દિલ જીત્યા હતા. દીપિકાની આગામી હોલીવુડ ફિલ્મ એક ક્રોસ કલ્ચરલ રોમેન્ટિક કોમેડી છે, જેનું મોટા પાયે ભારત અને ન્યુયોર્કમાં શૂટિંગ કરાશે.

વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડનો ચહેરો
ભારતની સૌથી મોટી બ્રાન્ડ એમ્બેસેડર દીપિકાએ વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ લૂઈસ વિટન અને કાર્ટિયર સાથે સૌથી મોટી એન્ડોર્સમેન્ટ ડીલ કરી છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટમાં સૌથી આગળ ગણાતી આ બ્રાન્ડે દીપિકા પાદુકોણને તેમનો ચહેરો બનાવ્યો. આનાથી એ સાબિત થાય છે કે દુનિયામાં દીપિકાનું કદ કેટલુ મોટુ છે.

ઓસ્કાર પ્રઝેન્ટર
દીપિકા પાદુકોણ હાલમાં જ ઓસ્કારમાં એકમાત્ર ભારતીય પ્રેઝન્ટર બનીને છવાઈ ગઈ છે. દીપિકા મંચ પર RRR ના નાટુ નાટુ પર સ્પીચ આપીને છવાઈ હતી. દીપિકાએ અહીંથી દુનિયાભરના તેના ફેન્સને મોટી ખુશી આપી છે. આ સિવાય દીપિકા અહીં તેના ગ્લેમરસ અવતારને કારણે દુનિયાભરમાં છવાયેલી રહી.












Click it and Unblock the Notifications
