પ્રભાસ નહીં આ અરબપતિને ડેટ કરી રહી છે કૃતિ સેનન, ધોની સાથે છે ખાસ કનેક્શન

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કૃતિ સેનન તેની ફિલ્મો સાથે સાથે તેની લવ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં છે. આજકાલ તેના કથિત અફેરને લઈને ખુબ અહેવાલો આવી રહ્યાં છે.

કૃતિ સેનન એવી અભિનેત્રી છે જે પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના ઉત્તમ અભિનય માટે ફેમસ છે. અભિનેત્રીને અભિનય માટે અભિનેત્રીને ઘણા એવોર્ડ મળ્યા છે.

kriti senon

ફેન્સ કૃતિની સુંદરતાથી પ્રભાવિત થયા છે. હવે તાજેતરમાં અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી જ્યારે તે એક રહસ્યમય માણસ સાથે જોવા મળી હતી.

સોશિયલ મીડિયા એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃતિ સેનન લંડનના રસ્તાઓ પર તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળી.

આ તસવીર પોસ્ટ થયા બાદ તે ઝડપથી વાયરલ થવા લાગી અને લોકો કૃતિ સેનનના આ મિસ્ટ્રી બોય વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા.

જણાવી દઈએ કે આ તસવીર રવિવારે શેર કરવામાં આવી હતી. જેમાં અભિનેત્રીની ટીમમાંથી કોઈ તેની સાથે જોવા મળ્યું હતું. પરંતુ અભિનેત્રીનો હાથ માણસના હાથમાં હતો.

આ સ્થિતિમાં અટકળો શરૂ થઈ હતી કે તે બીજું કોઈ નહીં પણ કૃતિનો બોયફ્રેન્ડ છે. ઘણા લોકોએ કહ્યું કે, કૃતિ સાથે જોવા મળેલ આ વ્યક્તિ કબીર બહિયા છે.

કબીર બહિયાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈએ તો કૃતિ તેને ફોલો કરે છે. ઘણા લોકો કહેવા લાગ્યા કે આ વ્યક્તિ કબીર જેવો દેખાય છે. એક યુઝરે કહ્યું કે કૃતિ ઘણી સારી છે. એકે કહ્યું કે કબીર બારિયાની ઊંચાઈ સારી છે. આખરે કૃતિને તેની મેચ મળી ગઈ.

જણાવી દઈએ કે કબીર બહિયાનું દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની સાથે પણ ખાસ કનેક્શન છે. ધોનીની પત્ની સાક્ષી ઘણીવાર કબીર સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે. કહેવાય છે કે કબીર એમએસ ધોનીની પત્નીનો સંબંધી છે. જે બ્રિટનમાં રહે છે.

કબીર બહિયા યુકે સ્થિત કરોડપતિ બિઝનેસમેન છે. હવે હાલમાં આ બિઝનેસમેન સાથે કૃતિની હોવાનો દાવો કરતી તસવીર પર અભિનેત્રીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ અભિનેત્રીના ડેટિંગને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X