‘સલમાન નહીં, સૈફ છે અસલી દબંગ!’ : જુઓ બુલેટ રાજાની તસવીરો

મુંબઈ, 22 નવેમ્બર : બૉલીવુડના દબંગ કોણ છે? જોકે દબંગ નામ આવતા જ સૌની નજરો સમક્ષ સલમાન ખાનનો જ ચહેરો ઉપસી આવે છે, પરંતુ જાણીતા ફિલ્મ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાના વિચાર કંઇક જુદા જ છે. તેમણે કહેલી વાતો ઉપર ગોર કરીએ, તો બૉલીવુડના દબંગ સૈફ અલી ખાન છે.

સૈફ અલી ખાનની આગામી ફિલ્મ બુલેટ રાજાના દિગ્દર્શક તિગ્માંશુએ જણાવ્યું કે બોર્ન બી દબંગ જે હોય, તે દબંગ ન હોય. દબંગ દબગં જ હોય અને બુલેટ રાજા ફિલ્મની શરુઆત જ આ ડાયલૉગ સાથે થાય છે કે મેરી માં ને કહા હૈ કિ કિસી કા દિલ મત તોડના ઔર ઇસીલિએ મૈં દિલ કે અલાવા સબ કુછ તોડ દેતા હૂં...

તિગ્માંશુનો ઇશારો પ્રત્યક્ષ રીતે સલમાન ખાન તરફ જ હતો કે જેઓ બૉલીવુડના દબંગ તરીકે જાણીતા છે. દબંગ પછી દબંગ 2 ફિલ્મનું નિર્માણ પણ સલમાન ખાને કર્યુ હતું અને બંને ફિલ્મો હિટ રહી હતી, પરંતુ તિગ્માંશુના જણાવ્યા મુજબ સૈફ અલી ખાન જ અસલી દબંગ છે.

કોણ છે અસલી દબંગ?

કોણ છે અસલી દબંગ?

કોણ છે અસલી દબંગ? એમ તો દબંગ નામ પડતા જ સલમાન ખાનનો જ દાવો ઊભો થાય છે, પરંતુ બુલેટ રાજાના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા કહે છે કે સૈફ અલી ખાન છે અસલી દબંગ.

માફિયા આધારિત

માફિયા આધારિત

સૈફ અલી ખાન અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બુલેટ રાજા ઉત્તર પ્રદેશના માફિયા પર આધારિત છે અને આગામી 29મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

રાજા મિશ્રા

રાજા મિશ્રા

બુલેટ રાજા ફિલ્મમાં સૈફ અલી ખાનના પાત્રનું નામ રાજા મિશ્રા છે.

બ્રાહ્મણ રૂઠા તો રાવણ

બ્રાહ્મણ રૂઠા તો રાવણ

ફિલ્મના પ્રોમોમાં ડાયલૉગ છે - હમ રાજા મિશ્રા હૈં. બ્રાહ્મણ અગર ભૂખા હો તો સુદામા, સમઝા તો ચાણક્ય ઔર રૂઠા તો રાવણ. ડાયલૉગ પરથી લાગે છે કે ફિલ્મમાં જાતિવાદ અંગે કંઇક હશે.

વર્ષો બાદ મળી તક

વર્ષો બાદ મળી તક

સૈફ અલી ખાને ફિલ્મ અંગે જણાવ્યું - હું હંમેશા આવુ જ પાત્ર ભજવવા માંગતો હતો. વર્ષો બાદ મને આવું પાત્ર ભજવવાની તક મળી કે જે મારા માટે એકદમ જુદુ હતું.

ગૅંગસ્ટર

ગૅંગસ્ટર

સૈફે જણાવ્યું - હું હંમેશાથી ગૅંગસ્ટરની ભૂમિકા ભજવવા માંગતો હતો.

સોનાક્ષી

સોનાક્ષી

બુલેટ રાજામાં સૈફ અલી ખાન સાથે સોનાક્ષી સિન્હા છે. સૈફ સાથે સોનાક્ષીની આ પ્રથમ ફિલ્મ છે.

હિંસા નથી

હિંસા નથી

સૈફે જણાવ્યું - બુલેટ રાજા ફિલ્મમાં અશ્લીલતા કે હિંસા નથી. આ એક મનોરંજક ફિલ્મ છે. એક્શન છે, પણ હિંસા નથી. કૉમેડી છે, પણ અશ્લીલતા નથી.

ખુશ છે સૈફ

ખુશ છે સૈફ

સૈફે જણાવ્યું - બુલેટ રાજા યૂપીની પૃષ્ઠભૂમિ પર આધારિત એક્શન ફિલ્મ છે. આ એક સારી ફિલ્મ છે. મને ખુશી છે કે હું તેનો ભાગ બની શક્યો.

વિવાદ સંભવ

વિવાદ સંભવ

તિગ્માંશુને પૂછવામાં આવ્યું કે શું તેમને નથી લાગતું કે બુલેટ રાજામાં દર્શાવાયેલ ડાયલૉગ્સથી જાતિવાદ અંગે વિવાદ ઊભો થવાની શક્યતા છે, ત્યારે તિગ્માંશુએ જણાવ્યું કે એવું કંઇ જ નહીં થાય.

સૌએ તાળી પાડી

સૌએ તાળી પાડી

તિગ્માંશુએ જણાવ્યું - ફિલ્મનું ટ્રેર જોયા બાદ મુસ્લિમોએ, બ્રાહ્મણોએ એટલે કે સૌએ તાળીઓ પાડી છે. તેથી વિવાદની શક્યતા નથી.

બંગાળી અભિનેત્રી

બંગાળી અભિનેત્રી

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું - હું ફિલ્મમાં એક સંઘર્ષ કરનાર અભિનેત્રીનો રોલ કરી રહી છું. હું એક બંગાળી યુવતીનો રોલ ભજવી રહી છું.

ગૅંગસ્ટર સાથે પ્રેમ

ગૅંગસ્ટર સાથે પ્રેમ

સોનાએ જણાવ્યું - બુલેટ રાજામાં મારૂં પાત્ર મૉડર્ન છોકરીનો છે કે જેને યૂપીના ગૅંગસ્ટર સાથે પ્રેમ થઈ જાય છે.

સૈફ સાથે ગમ્યું

સૈફ સાથે ગમ્યું

સોનાએ જણાવ્યું - સૈફ અલી ખાન સાથે કામ કરતા ગમ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X