Pics : હવામાં છે વિદ્યા, ‘બચ્ચે.. ઔર અભી..? ના બાબા ના!’
મુંબઈ, 15 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રી અને ચોથા ખાન તરીકે જાણીતા વિદ્યા બાલને પોતે માતા બનતા હોવાની અફવાઓ ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે હાલ તેમને પરિવાર વધવાની કોઈ શક્યતા નજરે નથી પડતી.
વિદ્યાએ પોતાની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશન દરમિયાન શુક્રવારે એક કાર્યક્રમમાં આ સ્પષ્ટતા કરી. શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મમાં તેમના હીરો ફરહાન અખ્તર છે કે જેઓ પણ પ્રમોશન દરમિયાન હાજર હતાં. આ પ્રસંગે વિદ્યાએ હૉટ ઍર બલૂનમાં ફરહાન સાથે સફરની મજા માણી હતી. વિદ્યાએ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું - ઇંશાલ્લાહ, હું એક દિવસ આપના સવાલનો જવાબ આપવામાં સક્ષમ હોઇશ, પણ હાલ મને કોઈ શક્યતા નજરે નથી પડતી.
વિદ્યાએ ડિસેમ્બર-2012માં યૂટીવી સ્ટુડિયોના મુખ્ય કાર્યકારી અધિકારી સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તાજેતરમાં જ અફવાઓ ફેલાઈ હતી કે વિદ્યા બાલન સગર્ભા છે અને હૉસ્પિટલના ચક્કર લગાવી રહ્યાં છે, પરંતુ વિદ્યા બાલન હાલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. ફિલ્મ 28મીએ રિલીઝ થવાની છે.
ચાલો જોઇએ પ્રમોશનલ ઇવેંટની તસવીરી ઝલક અને જાણીએ કે કઈ અફવા ફેલાઈ હતી :

પ્રચારમાં વ્યસ્ત વિદ્યા
વિદ્યા બાલન અને ફરહાન અખ્તર હાલમાં શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.

હવામાં વિદ્યા
વિદ્યા અને ફરહાન ફિલ્મના પ્રમોશન દરમિયાન હૉય ઍર બલૂનમાં સવારી કરી. ચાલો હવે વિદ્યા-ફરહાનની હવાઈ સફરની તસવીરો સાથે જોઇએ કે વિદ્યા વિશે કેવી અફવાઓ ફેલાઈ હતી.

સાઇડ ઇફેક્ટ્સની અટકળો
એક બાજુ ફરહાન પોતાના ફિલ્મના શીર્ષકની વિપરીત કહી ચુક્યાં છે કે શાદીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી, તો બીજી બાજુ વિદ્યા બાલન અંગે ચર્ચાઓ ફેલાઈ હતી કે તેઓ આજકાલ હૉસ્પિટલના ચક્કર કાપી રહ્યાં છે. તો પ્રશ્ન એ ઊભો થાય હતો કે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરનાર વિદ્યાને શાદીની કોઈ (સાઇડ) ઇફેક્ટ્સ તો નથી થઈ?

હૉસ્પિટલના ચક્કર
એક સૂત્રએ એક ડેલી ન્યુઝને માહિતી આપી કે વિદ્યા બાલન નિયમિત રીતે એક હૉસ્પિટલની મુલાકાત લઈ રહ્યાં છે. મુંબઈની વેલનૉન સ્પેસિયલિટી હૉસ્પિટલમાં વિદ્યા બાલન છેલ્લા કેટલાંક અઠવાડિયાથી નિયમિત જઈ રહ્યાં છે.

હૉસ્પિટલે એકલા જવા અંગેની અટકળ
હૉસ્પિટલ સ્ટાફે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ વિદ્યા બાલન આ હૉસ્પિટલમાં મોટાભાગે એકલા જાય છે. અમુક ટાઇમ તેઓની સાથે તેમના પારિવારિક સભ્યો પણ હોય છે.

સ્પષ્ટીકરણ નહોતુ અપાયું
કેમ હૉસ્પિટલના ચક્કર કાપી રહ્યાં છે વિદ્યા બાલન? વિદ્યા દ્વારા તબીબની નિયમિત મુલાકાત લેવા અંગે ઘણા પ્રકારની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ આ અંગે કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ નહોતુ આપવામાં આવ્યું.

હવે વિદ્યાની સ્પષ્ટતા
જોકે વિદ્યાએ હવે સ્પષ્ટતા કરી છે કે તેઓનો ઇરાદો પરિવાર વધારવાનો હાલ નથી.

ઇંશાલ્લાહ...
વિદ્યાએ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું - ઇંશાલ્લાહ, હું એક દિવસ આપના સવાલનો જવાબ આપવામાં સક્ષમ હોઇશ, પણ હાલ મને કોઈ શક્યતા નજરે નથી પડતી.

ચૌદ મહીનાનું લગ્નજીવન
વિદ્યાએ ડિસેમ્બર-2012માં યૂટીવી સ્ટુડિયોના મુખ્ય કાર્યકારી અધિકારી સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તાજેતરમાં જ અફવાઓ ફેલાઈ હતી કે વિદ્યા બાલન સગર્ભા છે અને હૉસ્પિટલના ચક્કર લગાવી રહ્યાં છે, પરંતુ વિદ્યા બાલન હાલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. ફિલ્મ 28મીએ રિલીઝ થવાની છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
