For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂડ ફોટોશૂટ બન્યુ મુસીબત, રણવીર સિંહ વિરુદ્ધ મુંબઈમાં દાખલ થયો કેસ

ચર્ચાનો વિષય બનેલા રણવીર સિંહ માટે હવે તેની ન્યૂડ તસવીરો મુશ્કેલી ઉભી કરતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ જ્યારથી રણવીર સિંહના પેપર મેગેઝીનની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી અભિનેતા સમાચારોમાં છે. અભિનેતાએ આ ફોટોશૂટ માટે ઘણી પ્રશંસા પણ મેળવી હતી અને ટ્રોલર્સના નિશાના હેઠળ પણ આવ્યા હતા. પરંતુ ચર્ચાનો વિષય બનેલા રણવીર સિંહ માટે હવે તેની આ ન્યૂડ તસવીરો મુશ્કેલી ઉભી કરતી જોવા મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે રણવીરની આ તસવીરોને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ એક પુરુષ દ્વારા મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દાખલ કરવામાં આવી છે.

મિમી ચક્રવર્તીએ કરી ટીકા

મિમી ચક્રવર્તીએ કરી ટીકા

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ કહ્યુ હતુ કે જો મહિલાઓ આવી તસવીરો શેર કરશે તો શું તેમની પણ પ્રશંસા થશે?

યુઝર્સે કર્યુ રિએક્ટ

યુઝર્સે કર્યુ રિએક્ટ

રણવીર સિંહે આ ફોટોશૂટ પેપર મેગેઝિન માટે કરાવ્યુ છે. અભિનેતાની આ નગ્ન તસવીરોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં કેટલાક લોકો અભિનેતાના વખાણ કરી રહ્યા છે તો ઘણા આ તસવીરો માટે તેની ટીકા પણ કરી રહ્યા છે.

સ્વરા ભાસ્કરે કર્યો સપોર્ટ

સ્વરા ભાસ્કરે કર્યો સપોર્ટ

અમુક સેલેબ્ઝ તેને અભિનેતાની અંગત બાબત ગણાવીને તેનાથી દૂર રહેતા જોવા મળ્યા હતા. આ સાથે જ અભિનેતાનુ આ ફોટોશૂટ વાયરલ થતા જ ઘણી અભિનેત્રીઓએ અભિનેતાની ટીકા કરવાનુ શરૂ કરી દીધુ હતુ. બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર રણવીરના સમર્થનમાં સામે આવી અને કહ્યુ કે સમાજમાં બીજા પણ ઘણા મુદ્દા છે. તેમને ધ્યાનની જરૂર છે. આ કોઈ નૈતિક મુદ્દો નથી. સ્વરાની આ પ્રતિક્રિયા પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

શર્લિને શું કહ્યુ

શર્લિને શું કહ્યુ

તાજેતરમાં જ અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ રણવીર સિંહના લુક અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રણવીરના ફોટોશૂટ પર અભિનેત્રી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે એક લાંબી અને પહોળી ટ્વિટ કરી. અભિનેત્રીએ કહ્યુ કે જો અમે આ કામ કરીએ તો અમને કેરેક્ટરલેસ કહેવામાં આવે છે.

રણવીર સિંહનુ વર્કફ્રન્ટ

રણવીર સિંહનુ વર્કફ્રન્ટ

રણવીર સિંહના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. વળી, રણવીર તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ ફોટોશૂટ માટે હાલમાં હેડલાઇન્સમાં છે.

English summary
Nude photoshoot seem to be causing trouble for Ranveer Singh. A complaint has been filed in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X