For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : જિયાની લ્હાયમાં ભુલાયાં આ જાજરમાન અભિનેત્રી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 જૂન : ગઈકાલે 4થી જૂન હતી. ગ્લૅમર જગતનો આ દિવસ જિયા ખાનના નામે થઈ ગયો. આખો દિવસ મીડિયામાં માત્રને માત્ર જિયા ખાન અને તેમની આત્મહત્યાના સમાચારો જ છવાયેલા રહ્યાં. જિયા ખાનની લ્હાયમાં હિન્દી સિનેમાના એક જાજરમાન અભિનેત્રી નૂતન ભુલાઈ ગયાં કે જેમની ગઈકાલે પુણ્યતિથિ હતી.

પોતાના કૅરિયરમાં અનેક સારી ફિલ્મો અને તેમાં દર્દ ભર્યાં રોલ કરનાર નૂતનનો જન્મ 4થી જૂન, 1936ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ 21મી ફેબ્રુઆરી, 1991ના રોજ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતાં. ગઈકાલે નૂતનની 77મી પુણ્યતિથિ હતી, પરંતુ જિયા ખાન દ્વારા આપઘાત કરાયાનાં સમાચારો વચ્ચે આ જાજરમાન અભિનેત્રી સાવ ભુલાઈ જ ગયાં.

જોકે નૂતનના પુત્ર અને બૉલીવુડ તથા ટેલીવિઝન કલાકાર મોહનીશ બહલ આ દિવસ ક્યારેય ન ભુલી શકે. તેમને યાદ હતી પોતાના માતાની પુણ્યતિથિ. મોહનીશ બહલે આ પ્રસંગે પોતાના માતા નૂતન સાથે જોડાયેલી કેટલીક વાતો શૅર કરી.

આવો તસવીરો સાથે જાણીએ માતા નૂતન અંગે પુત્ર મોહનીશના દિલની વાતો.

આંખો છલકી પડી

આંખો છલકી પડી

હિન્દી સિનેમાના જાજરમાન અભિનેત્રી નૂતનની ગઈકાલે 77મી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે નૂતનના પુત્ર અને બૉલીવુડ-ટેલીવુડના જાણીતા કલાકાર મોહનીશ બહલે પોતાના માતાને યાદ કર્યાં અને તેમની આંખો છલકી પડી.

માતાની ફિલ્મો નથી જોતો

માતાની ફિલ્મો નથી જોતો

મોહનીશે જણાવ્યું - હું પોતાના માતાની ફિલ્મો નથી જોતો, કારણ કે તેમણે પોતાના કૅરિયરમાં અનેક એવી ફિલ્મો કરી હતી કે જેમાં તેમનું ચરિત્ર દર્દભર્યુ હતું.

માતાને દર્દમાં નથી જોઈ શકતો

માતાને દર્દમાં નથી જોઈ શકતો

મોહનીશે જણાવ્યું - માતાનું આવું દર્દભર્યું ચરિત્ર જોઈ મને ખૂબ માઠું લાગે છે, કારણ કે હું મારા માતાને દર્દમાં નથી જોઈ શકતો. તેથી હું તેમની ફિલ્મો નથી જોતો.

હાર નહોતા માનતાં નૂતન

હાર નહોતા માનતાં નૂતન

મોહનીશે કહ્યું - હું પોતાના માતાની કાયમ નજીક રહ્યો છું. જ્યારે મારા માતાને કૅંસર થયું, ત્યારે પણ મારા માતાએ ક્યારેય હાર નહોતી માની. તેઓ કાયમ પોતાના પરિવારને હિમ્મત આપતા હતાં.

કૅંસર વિશે સાંભળી નિરાશ નહોતા થયાં

કૅંસર વિશે સાંભળી નિરાશ નહોતા થયાં

મોહનીશ કહે છે - જ્યારે નૂતનને ખબર પડી કે તેમને કૅંસર થયં છે, ત્યારે તેઓ નિરાશ નહોતા થયાં.

પહેલી વાર જીતી ગયા હતાં

પહેલી વાર જીતી ગયા હતાં

મોહનીશના જણાવ્યા મુજબ - પહેલી વાર જ્યારે ખબર પડી કે નૂતનને કૅંસર છે, ત્યારે તેમણે એક વાર તો કૅંસર ઉપર વિજય મેળવી લીધો હતો, પરંતુ પછીથી તેમના લીવર કૅંસર થઈ ગયું.

મોડુ થઈ ગયું

મોડુ થઈ ગયું

મોહનીશ કહે છે - લીવર કૅંસર અંગે જ્યારે જાણ થઈ, ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું અને અમે તેમને બચાવી ન શક્યાં.

મોહનીશના વખાણ કર્યા હતાં

મોહનીશના વખાણ કર્યા હતાં

નૂતનનું મોત 1991માં થયું. તે પહેલા મોહનીશની બે ફિલ્મો બાગી તથા મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ ચુકી હતી. બંને ફિલ્મોમાં મોહનીશની એક્ટિંગના નૂતને ખૂબ વખાણ કર્યા હતાં.

રાજ-સુનીલ-દેવ સાથે શ્રેષ્ઠ જોડી

રાજ-સુનીલ-દેવ સાથે શ્રેષ્ઠ જોડી

મોહનશી બહલ માને છે કે નૂતનની જોડી રાજ કપૂર, સુનીલ દત્ત અને દેવ આનંદ સાથે શ્રેષ્ઠ લાગતી હતી.

English summary
Nutan's son Mohnish Behl on 77th Death Anniversary of Nutan interacted with Media and shared some memories of Nutan. Mohnish Behl said Nutan was very brave and she fought with cancer strongly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X