મિસ્ટ્રી બોયને ડેટ કરી રહી છે ન્યાસા દેવગન? જાણો કોણ છે આ મિસ્ટ્રી બોય?
અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન જવાન થઈ ગઈ છે અને બહુ જલ્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો કે બોલિવૂડમાં એન્ટ્રી કરે તે પહેલા જ તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે તેનું નામ એક મિસ્ટ્રી બોય સાથે જોડાયુ છે.
ન્યાસા દેવગન પાર્ટી પ્રેમી છે અને તેના પાર્ટીના ફોટો વાયરલ થતા રહે છે. આ ફોટોમાં તે ઘણી વખત મિસ્ટ્રી બોય સાથે જોવા મળી છે. હવે ન્યાસા દેવગન આ મિસ્ટ્રી બોયને ડેટ કરી રહી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

ન્યાસા દેવગન સાથે ઘણી વખત જોવા મળતા મિસ્ટ્રી બોયનું નામ વેદાંત મહાજન છે. અહેવાલો અનુસાર, ન્યાસા દેવગન વેદાંત મહાજનને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.
અહેવાલો અનુસાર, ઓરી ન્યાસાનો બેસ્ટ ફ્રેન્ડ છે અને તે લંડન સ્થિત બિઝનેસમેન વેદાંત મહાજન સાથે રિલેશનશીપમાં છે. 25 વર્ષીય વેદાંત મહાજન ઉદ્યોગપતિ છે અને તેના મિત્રો માનક ઢીંગરા અને મોહિત રાવલ સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની MVM એન્ટરટેઈનમેન્ટના કો-ઓર્નર છે.
વેદાંત અને તેના મિત્રો મુંબઈ, દિલ્હી અને લંડનમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન કરે છે, જેમાં જ્હાન્વી કપૂર, અહાન શેટ્ટી, મહિકા રામપાલ, આર્યન ખાન અને ન્યાસા દેવગન સહિતના સ્ટાર કિડ્સ જોવા મળે છે.
વેદાંત અને ન્યાસાની વાત કરીએ તો બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બર્થડે હોય કે અન્ય કોઈ ઈવેન્ટ, વેદાંત અને ન્યાસા હંમેશા સાથે જોવા મળે છે. ન્યાસા દેવગન મોટાભાગે ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરી સાથે જોવા મળે છે. ત્યારથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હવે સત્ય સામે આવ્યું છે.












Click it and Unblock the Notifications
