For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાની દા રંગ અને સાડ્ડી ગલી કરતાં જુદું છે ઓ હીરિયે...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 સપ્ટેમ્બર : પોતાનું એકલ ગીત ઓ હીરિયે... લૉન્ચ કરતાં અભિનેતા-ગાયક આયુષ્માન ખુરાનાએ કહ્યું કે આ ગીત તેમના અગાઉના ગીતો પાની દા રંગ... તથા સાડ્ડી ગલી... કરતાં જુદું છે.

ayushmannkhurrana

ગઈકાલે પોતાના 29મા જન્મ દિવસે ઓ હીરિયે... એકલ ગીત લૉન્ચ કરતાં આયુષ્માને જણાવ્યું - આ ખૂબ જ ખાસ ગીત છે. પાની દા રંગ... તથા સાડ્ડી ગલી...માં લાગણીઓ વધુ હતી. આ ઓ હીરિયે... એક ખુશનુમા તથા પ્રેમપૂર્ણ ગીત છે. આ ગીતની ટૅગલાઇન છે હાઉએવર મેસી ઇટ ઇઝ ઑલવેઝ બી ઇન લવ.

આયુષ્માન ખુરાના કહે છે કે પ્રેમમાં અસ્ત-વ્યસ્ત થવાની પોતાની મજા છે. તેમણે જણાવ્યું - પ્રેમ હંમેશા અસ્ત-વ્યસ્તતાથી ભરેલો હોઈ શકે છે. જો આપ એક સ્થિર સંબંધમાં હોવ, તો ત્યાં અસ્ત-વ્યસ્તતા વગર કોઈ મજા નથી અને તે જીવનનો એક ભાગ છે. આ મજાનું છે. તેમણે ઓ હીરિયે... ગીત પોતાના મિત્ર રોચક કોહલી સાથે મળી લખ્યું છે. તેઓ હાલ યશ રાજ ફિલ્મ્સ બૅનર હેઠળ બનનાર એક ફિલ્મ માટે અભિનેત્રી સોનમ કપૂર સાથે શૂટિંગ કરી રહ્યાં છે. ઉપરાંત આયુષ્માન ખુરાના એક સ્વાતંત્ર્ય સેનાનીના જીવન પર બનનાર ફિલ્મ પણ કરી રહ્યાં છે.

English summary
Actor-singer Ayushmann Khurrana has released his single "O heeriye" and says it is unlike his previous songs "Paani da rang" and "Saddi gali" which were more about heartbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X