આ શુક્રવારે રિલીઝ થશે ત્રણ ફિલ્મો, થશે સલમાન-સન્ની-શિલ્પાની ટક્કર!

મુંબઈ, 25 માર્ચ : એક બાજુ મોટા કલાકારો પોત-પોતાની ફિલ્મો માટે મહીનાઓ અગાઉથી જ લકી ડેટ્સ બુક કરાવી લે છે અને તે તારીખે બાકીની નાની ફિલ્મોની રિલીઝ રોકાઈ જાય છે, તો બીજી બાજુ આજકાલ સતત વર્ષે-દહાડે રિલીઝ થતી ફિલ્મોની સંખ્યામાં થતા વધારાના પગલે દર શુક્રવારે એક નહીં, પણ બેથી લઈ ત્રણ કે ચાર ફિલ્મો સુધી રિલીઝ થાય છે.

ગત શુક્રવારે રાગિણી એમએમએસ 2, ગૅંગ ઑફ ઘોસ્ટ્સ, લક્ષ્મી અને આંખો દેખી જેવી ફિલ્મો રિલીઝ થઈ, તો આ શુક્રવારે પણ બૉક્સ ઑફિસે રિલીઝ થનાર ફિલ્મોની સંખ્યા 3 છે. અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરી, સૈયદ અહમદ અફઝલની યંગિસ્તાન અને શિલ્પા શેટ્ટીની ઢિશકિયાઉં આ સપ્તાહે એટલે કે 28મી માર્ચે રિલીઝ થઈ રહી છે. ત્રણે ફિલ્મોમાં યંગિસ્તાનના ગીતો યુવાદિલોને સ્પર્શી રહ્યાં છે, તો શિલ્પાનું આયટમ સૉંગ પણ ધડાકા બોલાવી રહ્યું છે.

જોકે સૌથી વધુ ઉત્સુકતા અને ઇંતેજારી છે ઓ તેરીની કે જેમાં યુવાનોના હીરો સલમાન ખાન કૅમિયોમાં નજરે પડવાના છે. ફિલ્મમાં સલમાને એક ડાન્સ નંબર પણ કર્યો છે. યંગિસ્તાન એક રોમાંટિક વિષય પર આધારિત ફિલ્મ છે અને ગીતો લોકો વચ્ચે બહુ લોકપ્રિય થઈ રહ્યાં છે. ફિલ્મમાં જૅકી ભાગનાની અને નેહા શર્મા ઉપરાંત સ્વર્ગસ્થ ફારુખ શેખ પણ છે. ઢિશકિયાઉંમાં હરમન બાવેજા અને આયેશ ખન્ના ઉપરાંત સન્ની દેઓલ પણ મહેમાન કલાકાર તરીકે નજરે પડશે. આમ સરવાળે જોઇએ તો ત્રણે ફિલ્મોમાં સલમાન, સન્ની અને શિલ્પા મહેમાન કલાકાર તરીકે દેખાશે અને તેમની વચ્ચે અપ્રત્યક્ષ ટક્કર થશે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

યંગિસ્તાન : પ્રેમ-પૉલિટિક્સની વાર્તા

યંગિસ્તાન : પ્રેમ-પૉલિટિક્સની વાર્તા

યંગિસ્તાની ફિલ્મની વાર્તા પ્રેમ અને રાજકારણની આસપાસ વણાયેલી છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે રાજકારણમાં આવ્યા બાદ બાકીના તમામ અહેસાસો ધૂળમાં મળી જાય છે.

ફારુખની છેલ્લી ફિલ્મ

ફારુખની છેલ્લી ફિલ્મ

યંગિસ્તાન ફિલ્મ બૉલીવુડ એક્ટર ફારુખ શેખની છેલ્લી ફિલ્મ છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ફારુખનું નિધન થઈ ગયુ હતું.

ઓ તેરી : સલમાનના કારણએ શરૂ થઈ

ઓ તેરી : સલમાનના કારણએ શરૂ થઈ

અતુલ અગ્નિહોત્રીનું કહેવું છે કે ઓ તેરી ફિલ્મ સલમાન ખાનના કારણે જ શરૂ થઈ હતી. સલમાનને વાર્તા એટલી ગમી કે તેમણે અતુલને ફિલ્મ બનાવવાનું કહ્યું.

ઓ તેરી : સલમાન કૅમિયો

ઓ તેરી : સલમાન કૅમિયો

ઓ તેરી ફિલ્મ એટલા માટે સ્પેશિયલ છે, કારમ કે ફિલ્મમાં સલમાને કૅમિયો કર્યો છે. સલમાને એક ડાન્સ નંબર પણ કર્યો છે.

ઢિશકિયાઉં : શિલ્પાનું આયટમ સૉંગ

ઢિશકિયાઉં : શિલ્પાનું આયટમ સૉંગ

ઢિશકિયાઉં ફિલ્મમાં છહ વરસ બાદ શિલ્પા શેટ્ટી કમ્મર મટકાવતાં નજરે પડશે. ફિલ્મનું નિર્માણ પણ શિલ્પાએ જ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X