What!!! : અરમાન-તનીષાને એક જ વર્ષમાં સમજાઈ ગયું, ‘આપણે એક-બીજા માટે નથી સર્જાયાં...’
મુંબઈ, 22 સપ્ટેમ્બર : બિગ બૉસ 7ના ઘરમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી જોડી તનીષા મુખર્જી અને અરમાન કોહલી હવે તુટી ગઈ છે. એક વરસ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેને સમજાઈ ગયું છે કે તેઓ એક-બીજા માટે નથી બન્યાં. છેલ્લા થોડાક દિવસથી બંનેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યા બાદ અચાનક જ બંને જુદા થઈ ગયાના સમાચાર સાંપડતા બંનેના ફૅન્સે આંચકો અનુભવ્યો છે. તનીષા મુખર્જીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે અરમાન અને તનીષાના રસ્તા જુદા થઈ ગયાં છે. બંને બિગ બૉસ 7 હાઉસમાં મળ્યા હતાં અને એક-બીજાના પ્રેમમાં પડ્યા હતાં.
અરમાન કોહલી અને તનીષા મુખર્જી વચ્ચેની રિલેશનશિપ અંગે દ્વિધાભરી સ્થિતિ હતી, પરંતુ આ કપલના ફૅન્સ માટે સાચા સમાચાર એ છે કે બંનેની જોડી તુટી ગઈ છે. ગત અઠવાડિયે જ્યારે મીડિયાએ તેમના બ્રેક-અપ વિશે છાપવાનં શરૂ કર્યું, ત્યારે આ દ્વિધા ઊભી થઈ હતી. જોકે કેટલાક મીડિયામાં તો બંનેના ટુંકમાં જ લગ્ન થવા અંગેના સમાચાર પણ આવી ગયા હતાં, પરંતુ હકીકત એ છે કે બંનેએ છુટા પડવાનો નિર્ણય કર્યો છે.
કારણ શું છે? શું કોઈ બતાવી શકે છે? તનીષા મુખર્જી અને અરમાન કોહલી બે જુદી-જુદી વ્યક્તિઓ છે અને છેલ્લા એક વર્ષમાં બંનેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ એક વર્ષ દરમિયાન બંનેએ અનુભવી લીધું કે બંને એક-બીજા માટે નથી બન્યાં. બીજા બ્રેક-અપ્સની જેમ અરમાન-તનીષા વચ્ચે સંબંધો વણસ્યા નથી અને એટલે તનીષા મુખર્જી તાજેતરમાં જ અરમાન કોહલીના પિતાના જન્મ દિવસની પાર્ટીમાં પણ ખુશખુશાલ દેખાયા હતાં.
તનીષા અને અરમાને હવે પોતાના કૅરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યુ છે. તનીષા મુખર્જી હાલમાં ટી મુખર્જી અને માતા તનુજા સાથે મળી પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે, તો બીજી બાજુ અરમાન કોહલી પણ પોતાની કમબૅક ફિલ્મ માટે તૈયારીઓ કરી રહ્યા છે.
ચાલો જોઇએ અરમાન-તનીષાની તસવીરી ઝલક :

લેટેસ્ટ તસવીર
તનીષા મુખર્જી અને અરમાન કોહલીની આ લેટેસ્ટ તસવીર છે. તાજેતરમાં જ અરમાનના પિતાના જન્મ દિવસની પાર્ટીમાં તનીષા મુખર્જીએ પણ હાજરી આપી હતી.

રસ્તા જુદા...
આ તસવીર જોઈને કોઈને ખ્યાલ નહોતો આવ્યો કે અરમાન-તનીષાના રસ્તા જુદા થઈ ચુક્યા છે.

મિત્રો બેખબર
અરમાન-તનીષાએ છુટા પડવાનો નિર્ણય કરી લીધો છે. કદાચ એવી અવરમ અને વીજે ઍન્ડી પણ આ વાતથી બેખબર જ હશે.

બિગ બૉસમાં મુલાકાત
અરમાન કોહલી અને તનીષા મુખર્જીની મુલાકાત ગત વર્ષે બિગ બૉસ 7 હાઉસમાં થઈ હતી.

પ્રેમમાં પડ્યાં...
બિગ બૉસમાં જ અરમાન-તનીષા એક-બીજાના પ્રેમમાં પડ્યા હતાં.

નવા વર્ષની ઉજવણી
બિગ બૉસ હાઉસની બહાર પણ અરમાન-તનીષા મોટાભાગે સાથે દેખાતા હતાં. અહીં સુધી કે બંનેએ 2014ના નવા વર્ષની ઉજવણી પણ સાથે-સાથે કરી હતી.

એક વર્ષનું ડેટિંગ
અરમાન-તનીષા છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતાં.

ભોજનનો આનંદ
અરમાન-તનીષાએ અનેક વખત સાથે ભોજનનો પણ આનંદ માણ્યો હતો.

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા

બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા
બિગ બૉસ 7 હાઉસમાં અરમાન-તનીષા













Click it and Unblock the Notifications
