ટેબલ નંબર 21નું ઑફિસિયલ ટ્રેલર લૉન્ચ કરાયું
મુંબઈ, 23 નવેમ્બર : ટેબલ નંબર 21 ફિલ્મનું ફર્સ્ટ લુક ટ્રેલર લૉન્ચ આજે કરવામાં આવ્યું છે. આદિત્ય દત્ત આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. ફિલ્મમાં રાજીવ ખંડેલવાલ, ટીના દેસાઈ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

રાજીવ ખંડેલવાલ, પરેશ રાવલ તેમજ ટીના દેસાઈએ મુંબઈમાં યોજાયેલ એક પ્રેસમીટ દરમિયાન ફિલ્મનું ફર્સ્ટ લુક ટ્રેલર લૉન્ચ કર્યું. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ઇરોઝ ઇન્ટરનેશનલના બૅનર હેઠળ તથા વિકી રાજાણી નિર્મિત આ ફિલ્મ આગામી 4થી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં રાજીવ વિવાન અગસ્થી, ટીના સિયા અગસ્થી અને પરેશ રાવલ મિસ્ટર ખાનની ભૂમિકામાં છે. ફિલ્મનું પ્રમોશનલ પોસ્ટર ગત 8મી નવેમ્બરે ઑનલાઇન રિલીઝ કરાયુહતું. ફિલ્મનું ઑફિસિયલ થિયેટરિકલ ટ્રેલર ગઈકાલે લૉન્ચ કરાયું.
<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/SsC1MI9NvSs" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
