OSOનું ઇન્ટરનેશનલ મ્યૂઝિકલ એડપ્શન અને પાર્ટ-2ની તૈયારી
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેની આંતરરાષ્ટ્રીય સંગીત રૂપાંતરણ બહાર પડ્યું છે.
વર્ષ 2007માં આવેલ ફરાહ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' તો સૌને યાદ જ હશે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને અર્જુન રામપાલને ચમકાવતી આ ફિલ્મનું મ્યૂઝિકલ એડોપ્શન કરવામાં આવ્યું છે. આ પહેલી એવી બોલિવૂડ ફિલ્મ છે, જેનું ઇન્ટરનેશનલ લેવલ પર મ્યૂઝિકલ રૂપાંતરણ કરવામાં આવ્યું છે. આ અંગે ડારેક્ટર ફરાહ ખાને જાતે માહિતી આપી હતી, સાથે જ તેણે આ ઇવેન્ટની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
|
ફરાહ ખાને આપી જાણકારી
ફિલ્મની ડાયરેક્ટર ફરાહ ખાન, જે હાલ જાપાનમાં છે તેણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. સાથે જ ફરાહ ખાને આ આ મ્યૂઝિકલ એડપ્શનની પ્રીમિયર નાઇટનો એક ફોટો પણ શેર કર્યો હતો. ફરાહ ખાન છેલ્લા થોડા દિવસથી જાપાનમાં છે અને તે આ મ્યૂઝિકલ પ્લેની ઇવેન્ટની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

દીપિકા પાદુકોણે વ્યક્ત કર્યો આભાર
આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતાં દીપિકા પાદુકોણે પણ ટ્વીટ કર્યું હતું. સાથે જ તેણે ફરાહ ખાનનો આભાર પણ માન્યો હતો. નોંધનીય છે કે, દીપિકાએ આ ફિલ્મ થકી જ બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું.

ખુશ-ખુશાલ OSO ટીમ
આ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા સિવાય અર્જુન રામપાલ, શ્રેયસ તલપડે અને કિરણ ખેર પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળ્યા હતા. અર્જુન રામપાલ અને શ્રેયસ તલપડેએ પણ આ અંગે પોતાની ખુશી ટ્વીટર પર વ્યક્ત કરી હતી. ફિલ્મના મ્યૂઝઇક ડાયરેક્ટર વિશાલ-શેખરે પણ ફરાહનો અભિનંદન પાઠવ્યા હતા અને શેખરે ટ્વીટ કરી શાહરૂખ અને ફરાહ ખાનનો આભાર માન્યો હતો.

શાહરૂખ ખાને કહ્યું, ચાલ પાર્ટ-2 બનાવીએ
ફરાહ ખાને શુક્રવારે આ મ્યૂઝિકલ પ્રોગ્રામના ડ્રેસ રિહર્સલમાં એક જેકેટનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, આપણે શાહરૂખ ખાન માટે આ સુંદર જેકેટ બનાવવાનું હતું. ફરાહ ખાનના આ ટ્વીટ પર રિપ્લાય કરતાં શાહરૂખ ખાને લખ્યું હતું, હવે આપણે પાર્ટ-2માં આ કરીશું. તો શું ખરેખર શાહરૂખ અને ફરાહ આ સુપરહિટ ફિલ્મનો પાર્ટ 2 પ્લાન કરી રહ્યાં છે?
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
