કેન્સર સામે જંગ જીતીને આવેલ સોનાલી બેન્દ્રેએ ન્યૂ યર પર ઈમોશનલ પોસ્ટ શેર કરી
કેન્સર સામે જંગ જીતીને સોનાલીએ આવી રીતે 2018ને કહ્યું અલવિદા
મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે કેન્સર સામેની જંગ જીતીને સ્વદેશ પરત આવી ગઈ છે. અમેરિકામાં ઈલાજ કરાવ્યા બાદ સોનાલી બેન્દ્રે મુંબઈ પરત આવી ચૂકી છે. વર્ષ 2018 સોનાલી માટે અતિ કષ્ટદાયક રહ્યું. વર્ષ 2018ના આખરી દિવસને સોનાલીએ ખાસ રીતે વિદાય આપી. સોનાલીએ વર્ષ પૂર્ણ થવા પર પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ખાસ મેસેજ લખ્યો, જે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો.

વર્ષના આખરી દિવસે સોનાલીને ખાસ સંદેશ
વર્ષ 2018માં સોનાલીને કેન્સર ડાયગ્નોઝ થયું હતું, જે બાદ અમેરિકામાં લાંબા સમય સુધી તેનો ઈલાજ થયો. આ દરમિયાન સોનાલીએ કેન્સરનો સામી છાતીએ સામનો કર્યો અને મૃત્યુ સામેની જંગ જીતી લીધી. કેન્સરની જંગ દરમિયાન સોનાલીને તેના ફેન્સનો પણ સારોએવો સપોર્ટ મળ્યો. વર્ષ 2018 સોનાલી માટે અઘરું રહ્યું, જેને સોનાલીએ ભાવુક રીતે અલવિદા કહ્યું. વર્ષના અંતિમ દિવસે સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ લખી, જે વાંચીને કોઈપણ ભાવુક થઈ જશે.

કેન્સરના ઈલાજ દરમિયાન વાળ ગુમાવવા પડ્યા
સોનાલી બેન્દ્રેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેના લાંબા વાળ છે. આ તસવીર તેની કેમો થેરાપીની ઠીક પહેલાની છે. ઈલાજ દરમિયાન સોનાલીએ પોતાના વાળ કપાવવા પડ્યા હતા. આ તસવીરની સાથે સોનાલીએ કેપ્શનમાં લખ્યું કે હેપ્પી અને હેલ્ધી નવા વર્ષ માટે શુભકામનાઓ અને વધુમાં લખ્યું કે આ મારી લાસ્ટ બ્લો ડ્રાઈની તસવીર છે જ્યારે મેં વાળ કપાવ્યા હતા. હવે મને 2019માં નવા બ્લો ડ્રાઈની અપેક્ષા છે.

2019માં વધુ એક બ્લો-ડ્રાય માટે તૈયાર છું
સોનાલીએ લખ્યું કે સફરે મને ઘણું બધું શીખવ્યું. મેં શરીરના મહત્વને સમજ્યું. મેં લડવાનું અને જીતવાનું શીખ્યું ઉપરાંત શીખ્યું કે જિંદગી હંમેશા બદલાતી રહે છે અને વસ્તુઓ આવતી રહે છે અને જતી રહે છે, જેમ કે મારા વાળ. અપેક્ષા સાથે સોનાલીએ લખ્યું કે હવે મારા વાળ ધીરે-ધીરે પાછા આવી રહ્યા છે... તો કદાચ હું વર્ષ 2019માં વધુ એક બ્લો ડ્રાય માટે તૈયાર છું.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં








Click it and Unblock the Notifications
