For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તમારૂ પ્રોડક્શન હાઉસ નથી, NCB ઓફીસ લેટ પહોંચતા પર સમીર વાનખેડેએ અનન્યાને ઠપકો આપ્યો

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની 2 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ક્રુઝમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટીમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, સમગ્ર મામલા

|
Google Oneindia Gujarati News

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની 2 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ક્રુઝમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટીમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે, જ્યારે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. અહીં, આર્યન ખાનની વોટ્સએપ ચેટમાંથી ઘણા ખુલાસા થયા છે, જે પછી NCBએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પર તેની પકડ વધુ કડક કરી છે. એનસીબીએ શુક્રવારે અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી, જ્યાં અભિનેત્રી ત્રણ કલાક મોડી આવી હતી, જેના પર એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેને કથિત રીતે ઠપકો આપ્યો હતો.

Ananya Pandey

મળતી માહિતી મુજબ ડ્રગ્સ કેસમાં એનસીબીની તપાસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેને શુક્રવારે સવારે 11 વાગ્યે એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અનન્યા બપોરે 2 વાગે એનસીબી ઓફિસ પહોંચી હતી, જે પછી NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અભિનેત્રી પર ત્રણ કલાક મોડા આવવાનો આરોપ લગાવ્યો અને તેને ઠપકો આપ્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર સમીર વાનખેડે અનન્યા પાંડેને ઠપકો આપ્યો અને કહ્યું કે 'તમને 11 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા અને તમે હવે આવી રહ્યા છો. અધિકારીઓ તમારી રાહ જોઈને બેઠા નથી. આ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ એક કેન્દ્રીય એજન્સીની ઓફિસ છે, તમને જે સમયે બોલાવે તે સમયે આવી જાઓ.

જણાવી દઈએ કે અનન્યા પાંડેની શુક્રવારે મુંબઈમાં એજન્સીની ઓફિસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. અગાઉ, અનન્યા પાંડે ગુરુવારે એનસીબી સમક્ષ હાજર થયા હતા, જ્યારે એજન્સીએ તેમને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા હતા. એનસીબીએ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

English summary
On reaching the NCB office late, Sameer Wankhede reprimanded Ananya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X