Senti ભાઇઓ : જ્યારે સલમાને કાજોલને પામવા અરબાઝને પટાવવો પડ્યો..!

મુંબઈ, 9 ઑગસ્ટ : રક્ષા બંધન પર્વની સોડમ ચારેબાજુ ફેલાઈ છે. આ જ યોગ્ય સમય છે કે અમે આપને એવી બૉલીવુડ ફિલ્મો વિશે જણાવીએ કે જે ભાઈ-બહેનના પ્રેમના આ પ્રસંગને યોગ્ય રીતે પડદા ઉપર કંડારવામાં સફળ રહી હતી.

બૉલીવુડને પહેલી ફૅમસ ઑન-સ્ક્રીન ભાઈ-બહેનની જોડી મળી હતી 1970માં કે જ્યારે હરે રામા હરે કૃષ્ણા ફિલ્મ રિલીઝ થઈ હતી. આ એક ક્લાસિક ફિલ્મ હતી કે જે ફિલ્મમાં ઝીનત અમાન અને દેવ આનંદ વચ્ચેનો ભાઈ-બહેનનો પ્રેમ સુંદરતાપૂર્વક વ્યક્ત કરતી હતી.

1970થી 2014 દરમિયાન આપણે એવી અનેક બૉલીવુડ ફિલ્મો જોઈ છે કે જેમાં ભાઈ પોતાની બહેનને લઈને ખૂબ જ સેંટી હોય છે. જોવા જઇએ, તો ઘણી ફિલ્મો છે કે જેમાં તાજેતરના દાયકાની ચુપ ચુપકે કે હલચલનો પણ સમાવેશ કરી શકાય. આ બંને ફિલ્મોમાં સુનીલ શેટ્ટી કરીના કપૂરના ભાઈના રોલમાં હતાં. ચુપ ચુપકેમાં તો સુનીલ શેટ્ટી પોતાની મૂંગી-બહેરી બહેન કરીનાને પાગલપણાની હદ સુધી પ્રેમ કરતા દર્શાવાયાં છે.

રક્ષા બંધનને ટિપિકલ ફિલ્મી સ્ટાઇલમાં ઉજવવા માટે અમે આપની સામે લાવ્યા છીએ બૉલીવુડની ફૅમસ ભાઈ-બહેનની જોડીઓ :

દેવ-ઝીનત

દેવ-ઝીનત

દેવ આનંદ અને ઝીનત અમાન બૉલીવુડની ક્લાસિક ભાઈ-બહેનની જોડી છે કે જેઓ હરે રામા હરે કૃષ્ણામાં દેખાયા હતાં.

કરીના-સુનીલ

કરીના-સુનીલ

ફિલ્મ ચુપ ચુપકેમાં મૂંગી-બહેરી બહેન કરીના કપૂરને લઈને કેટલા સેંટી હતાં સુનીલ શેટ્ટી.

કરીના-સુનીલ

કરીના-સુનીલ

હલચલ ફિલ્મમાં પણ સુનીલ શેટ્ટી બહેન કરીના કપૂરને લઈને ખૂબ જ લાગણીશીલ હતાં અને તેમને તેમનો પ્રેમ (અક્ષય ખન્ના) પમાડવામાં મદદ કરે છે.

અરબાઝ-કાજોલ

અરબાઝ-કાજોલ

પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં અરબાઝ ખાને કાજોલના રોબસ્ટ, ફીયરલેસ અને ડૅરિંગ ભાઈનો રોલ કર્યો હતો કે જેમને પટાવવામાં હીરો સલમાન ખાનને આંટા આવી ગયા હતાં.

શાહરુખ-ઐશ

શાહરુખ-ઐશ

દેવદાસ અને મોહબ્બતેંમાં એક-બીજા સાથે રોમાંસ કરનાર શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય જોશ ફિલ્મમાં ભાઈ-બહેનના રોલમાં હતાં.

હૃતિક-કરિશ્મા

હૃતિક-કરિશ્મા

ફિઝા ફિલ્મમાં હૃતિક રોશન અને કરિશ્મા કપૂર ભાઈ-બહેનના રોલમાં હતાં.

જેનેલિયા-પ્રતીક

જેનેલિયા-પ્રતીક

જાને તૂ યા જાને ના ફિલ્મમાં જેનેલિયા ડિસૂઝા અને પ્રતીક બબ્બરે ભાઈ-બહેનનો રોલ કર્યો હતો.

સલમાન-તબ્બુ

સલમાન-તબ્બુ

આ જ વર્ષના આરંભે રિલીઝ થયેલી જય હો ફિલ્મમાં તબ્બુએ ભાઈ સલમાનની સંભાળ લેતી બહેનનો રોલ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X