વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા પ્રિવ્યૂ : ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ
મુંબઈ, 14 ઑગસ્ટ : 2010માં રિલીઝ થયેલી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈએ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં અજય દેવગણ તથા ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં હતાં. ઉપરાંત પ્રાચી દેસાઈ તેમજ કંગના રાણાવતે પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની સફળતાના બે વરસ બાદ ફિલ્મની સિક્વલ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા રિલીઝ થઈ રહી છે. આ સિક્વલમાં અક્ષય કુમાર, ઇમરાન ખાન, સોનાક્ષી સિન્હા તથા સોનાલી બેન્દ્રે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ અંગે લોકો બહુ ઉત્સાહિત છે. સૌને અક્ષયના ડૉન સ્વરૂપને જોવાની ઉત્સુકતા છે, પણ જ્યાં સુધી વાત ઇમરાન ખાનની છે, તો લોકોને ઇમરાન ખાન એક ડૉનના પાત્રમાં હજમ નથી થઈ રહ્યાં.
વાર્તા : વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે કે જ્યાં વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ ફિલ્મ પૂરી થઈ હતી. સુલ્તાન મિર્ઝાના મોત બાદ તેનો ચેલો શોએબ ખાન એટલે કે અક્ષય કુમાર ડૉન બની પાછો ફરે છે અને લોકો પણ તેને સુલ્તાન મિર્ઝાની જેમ ઘણું સન્માન અને પ્રેમ આપે છે. શોએબની એક પ્રેમિકા છે મુમતાઝ ખાન (સોનાલી બેન્દ્રે) કે જે વર્ષોથી તેની પ્રેમિકા છે. સાથે જ અસલમ એટલે કે ઇમરાન ખાન પણ શોએબ માટે કામ કરે છે. અસલમને શોએબ ત્યાંથી લઈને આવે છે કે જ્યાં તે અગાઉ રહેતો હતો. મુંબઈમાં શોએબના રાજને ખતમ કરવા માટે વાર્ધા, અર્જુન તથા શ્રીનૂ મળી તેની વિરુદ્ધ ષડયંત્ર રચે છે. આ દરમિયાન શોએબની મુલાકાત એક નવી અભિનેત્રી જૅસમીન એટલે કે સોનાક્ષી સિન્હા સાથે થાય છે અને શોએબને જૅસમીન ગમી જાય છે, પણ બીજી બાજુ અસલમ પણ જૅસમીન સાથે પ્રેમ કરતો હોય છે. આ જ મુદ્દે શોએબ અને અસલમ વચ્ચે દુશ્મનાવટ શરૂ થાય છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

શોએબ-અસલમ વચ્ચે દુશ્મનાવટ
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં શોએબ અને અસલમ વચ્ચે દુશ્મનાવટ શરૂ થાય છે જૅસમીનના કારે. બંને જૅસમીનને પ્રેમ કરે છે, પણ જૅસમીન કોને પ્રેમ કરે છે, તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડે.

ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ
ઓયૂટીઆઈએમડીની ટૅગલાઇન છે ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ એટલે કે આ વખતે ડૉનની પર્સનલ લાઇફને ફિલ્મમાં દર્શાવાઈ છે. અક્ષય દ્વારા કહેવાયેલી આ ટૅગલાઇન લોકોને બહુ પસંદ પડી રહી છે. ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પૉન્સ મળ્યો છે. સૌને આશા છે કે ફિલ્મ બૉક્સ ઑફિસે ધૂમ મચાવશે.

સૌથી મોટી હિટ હશે
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા અંગે લોકોનું કહેવું છે કે આ ફિલ્મ 2013ની સૌથી હિટ ફિલ્મ હશે. અક્ષયની અગાઉની તમામ ફિલ્મોએ રેકૉર્ડ બિઝનેસ કર્યો છે.

અક્ષયનો સમય
કેટલાંક લોકોનું કહેવું છે કે હાલ અક્ષયનો સમય ચાલે છે અને અક્ષય પાસે પોતાની જાતને સાબિત કરવાની વધુ એક તક છે. ગત વર્ષે તો અક્ષયની અનેક ફિલ્મો હિટ રહી. આ વર્ષની આ તેમની પ્રથમ ફિલ્મ છે.

સોનાલી અંગે ઉત્સુકતા
આ ફિલ્મમાં સોનાલી બેન્દ્રે પણ નજરે પડનાર છે. તેઓ શોએબના પ્રેમિકા બન્યાં છે. ફિલ્મમાં તેમને જોવા લોકો આતુર છે.












Click it and Unblock the Notifications
