Pics : શબાના બાદ વિદ્યા માટે સ્ક્રિપ્ટ લખે છે મહેશ ભટ્ટ

મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડમાં ચોથા ખાનની ઉપાધિ જો વિદ્યા બાલનને અપાતી હોય, તો તેમાં ખોટું નથી. વગર ઝીરો સાઇઝે અને કાતિલ અદાઓએ થિયેટરોમાં લોકોને પોતાની ફિલ્મ તરફ ખેંચનાર અભિનેત્રી વિદ્યા બાલન જ છે. વિદ્યાના બળે ફિલ્મો ચાલે છે. આ વાત માત્ર લોકો જ નહિં, પણ નિર્માતા-દિગ્દર્શકો પણ માને છે. એટલે જ તો તેમને કેન્દ્રમાં રાખી સ્ક્રિપ્ટ લખાય છે.

આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પૂરા 14 વરસ બાદ સ્ક્રિપ્ટ લખવાં જઈ રહ્યાં છે અને તે પણ વિદ્યા બાલન માટે. અગાઉ તેઓ શબાના આઝમીને કેન્દ્રમાં રાખી ફિલ્મો લખતા હતાં, પરંતુ આ વખતે આ સૌભાગ્ય વિદ્યાને હાસલ થયો છે. મહેશ ભટ્ટ અગાઉ એકતા કપૂરે જણાવ્યુ હતું કે ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં સિલ્ક સ્મિતાનું પાત્ર વિદ્યા બાલનને કેન્દ્રમાં રાખી જ લખાયુ હતું.

આપ અંદોજા લગાવી શકો છે કે વિદ્યા આજે બૉલીવુડમાં કઈ પૉઝિશન ધરાવે છે. અગાઉ અમિતાભ બચ્ચન તેમજ દિલીપ કુમાર, માધુરી દીક્ષિત અને શબાના આઝમીને કેન્દ્રમાં રાખી લોકો પાત્રો અને વાર્તાઓની રચના કરતા હતાં, પરંતુ હવે વિદ્યા બાલન એવી પૉઝિશને પહોંચી ગયાં છે કે તેમને ધ્યાનમાં રાખી કલમ ચલાવે છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

વિદ્યાના દિગ્દર્શક હશે મોહિત

વિદ્યાના દિગ્દર્શક હશે મોહિત

વિદ્યા ભટ્ટ કૅમ્પમાં એન્ટ્રી કરવા જાય છે અને તેના માટે તેઓ એકદમ ફિટ અને રેડી છે. ફિલ્મ અંગે બસ એટલું જ કહેવાયું છે કે વિદ્યા સાથેની આ ફિલ્મને મોહિત સુરી દિગ્દર્શિત કરશે.

બોલ્ડ સબ્જેક્ટ

બોલ્ડ સબ્જેક્ટ

ફિલ્મની વાર્તા બહુ બોલ્ડ છે કે જેના માટે વિદ્યાને પરફેક્ટ જણાવાયાં છે. એમ પણ વિદ્યા બોલ્ડ પાતરો ભજવતાં આવ્યાં છે.

કો-સ્ટાર કોણ?

કો-સ્ટાર કોણ?

આ વાતનો ખુલાસો નથી થયો કે વિદ્યાના કો-સ્ટાર કોણ હશે, પરંતુ કહે છે કે ભટ્ટ કૅમ્પ પોતાના ફેવરિટ સ્ટાર ઇમરાન હાશમીને કાસ્ટ કરવાની ઇચ્છા ધરાવે છે.

હૅટ્રિક થશે

હૅટ્રિક થશે

જો ઇમરાનને કાસ્ટ કરવામાં આવે, તો આ વિદ્યા-ઇમરાનની હૅટ્રિક ફિલ્મ હશે. તેઓ બંને અગાઉ ધ ડર્ટી પિક્ચર તથા ઘનચક્કરમાં કામ કરી ચુક્યાં છે.

મહેશ ભટ્ટ લખશે વાર્તા

મહેશ ભટ્ટ લખશે વાર્તા

પૂરા ચૌદ વરસ બાદ મહેશ ભટ્ટ વિદ્યાને ધ્યાનમાં રાખી સ્ક્રિપ્ટ લખશે કે જે વિદ્યા માટે મોટી સિદ્ધિ સમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X