Pics : લાખેણો ડ્રેસ થઈ ગયો ત્રેવીસ હજારી, બિપ્સનો છટક્યો પારો!

મુંબઈ, 24 જાન્યુઆરી : બૉલીવુડના બ્લૅક બ્યુટી બિપાશા બાસુનો પારો ચઢી ગયો છે! તેઓ તેમના અંગે અફવા ફેલાવનારાઓ સામે ગુસ્સે ભરાયાં છે. તેમનો ગુસ્સો કદાચ એ બાબતે પણ છે કે લોકોની ગેરસમજણના પગલે તેમનો લાખેણો ડ્રેસ કોડીનો થઈ ગયો.

હકીકતમાં થયું એમ કે તાજેતરમાં જ બિપિશા બાસુ એક ઍવૉર્ડ્સ સમારંભમાં પહોંચ્યા હતાં. આકર્ષક ડ્રેસમાં બિપાશા બાસુ ખૂબ જ સુંદર, આકર્ષક, હૉટ અને સેક્સી લાગી રહ્યા હતાં, પરંતુ લોકોની નજર તેમના ડ્રેસ તરફ નહીં, પણ તેની ઉપર લાગેલી એક ચબરખી ઉપર પડી અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે બિપ્સના ડ્રેસ ઉપર પ્રાઇસ ટૅગ હતો, પરંતુ બિપાશાએ ખુલાસો કર્યો છે કે તે તો માત્ર કોડ ટૅગ હતો.

આવો તસવીરો સાથે જાણીએ કે કેમ ગુસ્સે ભરાયાં બિપાશા બાસુ :

ઝળહળતા ડ્રેસમાં બિપાશા

ઝળહળતા ડ્રેસમાં બિપાશા

મુંબઈમાં તાજેતરમાં જ યોજાયેલ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં બિપાશા બાસુ એક ઝળહળતા વાદળી ડ્રેસમાં પહોંચ્યાં.

ટૅગના કારણે ક્ષોભ

ટૅગના કારણે ક્ષોભ

બિપાશાના ડ્રેસમાં એક ટૅગ લાગેલો હતો કે જેના કારણે બિપાશા બાસુ ક્ષોભમાં પડી ગયાં.

પ્રાઇસ ટૅગ સમજી લેવાયો

પ્રાઇસ ટૅગ સમજી લેવાયો

બિપાશાના ડ્રેસમાંના આ ટૅગને પ્રાઇસ ટૅગ સમજી લેવાયો.

બિપ્સનું ખંડન

બિપ્સનું ખંડન

બિપાશાએ આ અંગે ટ્વિટર પર ખંડન કરતાં લખ્યું - હા, મેં સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. તેમાંથી ટૅગ નહોતો હટાવ્યો, પણ તે પ્રાઇસ ટૅગ નહીં, બલ્કે કોડ ટૅગ હતો.

અને લાખેણું ડ્રેસ બન્યું હજારી

અને લાખેણું ડ્રેસ બન્યું હજારી

મળતી માહિતી મુજબ આ ટૅગ ઉપર 23,000 લખેલુ હતું. બિપાશાએ ટ્વીટ કર્યું - ડ્રેસની કિંમત 1 લાખ 85 હજાર રુપિયા હતી, નહીં કે 23,000 રુપિયા.

વાજબી છે ગુસ્સો

વાજબી છે ગુસ્સો

લાખેણા ડ્રેસને કોઈ ટૅગ હજારી બનાવી દે, તો બિપાશાને ગુસ્સો તો આવે જ ને.

ક્રીચર

ક્રીચર

બિપાશા બાસુની ગત વર્ષે આત્મા ફિલ્મ આવી હતી કે જે ફ્લૉપ રહી હતી. હવે તેઓ ક્રીચર ફિલ્મમાં દેખાવનાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X