For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oscars 2023: RRRના નાટૂ નાટૂને સર્વશ્રેષ્ઠ મૂળ ગીત માટે અને બે ડૉક્યુમેન્ટ્રીને મળ્યુ નૉમિનેશન

દુનિયાના સૌથી મોટુ સમ્માન ગણાતા ઑસ્કર અવૉર્ડઝ 2023 માટે ભારતમાંથી ફિલ્મ આરઆરઆરના નાટૂ નાટૂ ગીત અને બે ડૉક્યુમેન્ટરીને નૉમિનેશન મળ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Oscars 2023: ઑસ્કરના 95માં એકેડેમી અવૉર્ડઝ માટે નૉમિનેશનની ઘોષણા કરવામાં આવી. જેમાં ફિલ્મ RRRના ગીત 'નાટૂ નાટૂ'ને સર્વશ્રેષ્ઠ ઓરિજનલ સૉંગની કેટેગરીમાં ઑસ્કર માટે નૉમિનેટ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત રિપોર્ટ મુજબ ભારતમાં બનેલી ડૉક્યુમેન્ટ્રીને નૉમિનેટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઑસ્કરને સમગ્ર વિશ્વમાં મનોરંજનની દુનિયામાં સૌથી મોટુ સમ્માન માનવામાં આવે છે.

નાટૂ નાટૂ ગીતે રચ્યો ઈતિહાસ

નાટૂ નાટૂ ગીતે રચ્યો ઈતિહાસ

નોંધનીય છે કે આરઆરઆરના ગીત નાટૂ નાટૂએ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ જીતીને ભારતીય સિનેમામાં ઈતિહાસ રચ્યો હતો. આ ગીત માટે મ્યૂઝિક ડાયરેક્ટર એમએમ કીરાવનીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડઝ 2023ની બે કેટેગરી બેસ્ટ ઑરિજિનલ સૉંગ અને બેસ્ટ નૉન ઈગ્લિંશ ફિલ્મ માટે નૉમિનેશન મળ્યુ હતુ. નાટૂ નાટૂ ગીત તેલુગુમાં લખવામાં આવ્યુ હતુ.

ભારતની બે ડૉક્યુમેન્ટ્રીને પણ મળ્યુ નૉમિનેશન

ભારતની બે ડૉક્યુમેન્ટ્રીને પણ મળ્યુ નૉમિનેશન

ભારતની ધ એલિફેંટ વ્હિસ્પર્સ નામની ડૉક્યુમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ શ્રેણીમાં ઑસ્કર માટે નૉમિનેટ કરવામાં આવી છે. વૃતચિત્ર ફીચર ફિલ્મ શ્રેણીમાં ઑલ ધેટ બ્રીથ્સને ઑસ્કર 2023 માટે નૉમિનેટ કરવામાં આવી છે. ગુજરાતમાં બનેલી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો ભારતની સત્તાવાર ઑસ્કાર એન્ટ્રી હતી. જો કે, તે 95માં એકેડેમી અવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં નામાંકન મેળવવામાં નિષ્ફળ રહી. ગુજરાતીમાં તેનુ નામ 'છેલ્લો શો' છે. પાન નલિન દ્વારા નિર્દેશિત આ ગુજરાતી ભાષાની ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં શૉર્ટલિસ્ટ થઈ હતી.

'ઑલ ધેટ બ્રીથ્સ' ફિલ્મ કરાઈ નૉમિનેટ

'ઑલ ધેટ બ્રીથ્સ' ફિલ્મ કરાઈ નૉમિનેટ

ડૉક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ શ્રેણીમાં 'ઑલ ધેટ બ્રીથ્સ' ફિલ્મને નૉમિનેટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં અન્ય દેશોમાંથી 4 એન્ટ્રી છે. જેમાં 1. ઑલ ધ બ્યૂટી એંડ ધ બ્લડશેડ 2. ફાયર ઑફ લવ 3. અ હાઉસ મેડ ઑફ સ્પ્લિંટર્સ અને 4. નવલનીનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ ફિલ્મ ભાઈ-બહેન મોહમ્મદ સઉદ અને નદીમ શહજાદના જીવનની આસપાસ ઘૂમે છે. દિલ્લીના વઝીરાબાદમાં પોતાના ભોંયરામાંથી ઘાયલ પક્ષીઓ, ખાસ કરીને કાળા પતંગોથી બચાવી અને તેમનો ઈલાજ કરાવીત જોડી સંવેદનશીલ મુદ્દે સાર્થક સંવાદ કરે છે.

'ધ એલિફેંટ વ્હિસ્પર્સ' ડૉક્યુમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ શ્રેણીમાં નૉમિનેટ

'ધ એલિફેંટ વ્હિસ્પર્સ' ડૉક્યુમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ શ્રેણીમાં નૉમિનેટ

'ધ એલિફેંટ વ્હિસ્પર્સ' ડૉક્યુમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ શ્રેણીમાં નૉમિનેટ કરવામાં આવી છે. જે કાર્તિકી ગૉંઝાલ્વિસની ફિલ્મ છે. આ ફિલ્મમાં એક પરિવારની વાત છે. તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં બે અનાથ બાળકો હાથીઓને દત્તક લે છે. આ ફિલ્મનો મુકાબલો 1. 'હૉલ આઉટ' (Haul Out)2. 'હાઉ ડુ યુ મેઝર અ યર?' (How Do You Measure A Year) 3. 'ધ માર્થા મિશેલ ઈફેક્ટ' (The Martha Mitchell Effect) અને 4. 'સ્ટ્રેંજર એટ ધ ગેટ' (Stranger At The Gate) સાથે થશે.

નાટૂ નાટૂ ગીતમાં શુ છે ખાસ

નાટૂ નાટૂ ગીતમાં શુ છે ખાસ

તમને જણાવી દઈએ કે ઑસ્કર નૉમિનેશનની ઘોષણા અભિનેતા રિજ અહેમદ અને એલિસન વિલિયમ્સે કરી હતી. 95મો એકેડમી પુરસ્કાર અમેરિકાના લૉસ એન્જેલસમાં આયોજિત કરવામાં આવશે. જેના હોસ્ટ જાણીતા કૉમેડી કલાકાર 55 વર્ષના જિમી કિમેલ હશે. આ વર્ષે ત્રણ શ્રેણીઓમાં ભારતનુ નૉમિનેશન થયુ છે. જે ભારત માટે ગર્વની વાત છે. નાટૂ નાટૂ ગીતની વાત કરીએ તો એ ગાયક રાહુલ સિપ્લિગુંજ અને કાલ ભૈરવના અવાજમાં રેકૉર્ડ કરવામાં આવ્યુ છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યા બાદ ખુદ પીએમ મોદીએ પણ અભિનંદન આપ્યા હતા. ગીતના બોલ એટલે કે લિરિક્સ ચંદ્રાબોઝે લખ્યા છે અને પ્રેમ રક્ષિત કોરિયોગ્રાફર છે.

English summary
Oscars 2023: Naatu Naatu of RRR and 2 documentary nominated for 95th Academy Awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X