For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oscars: કેમ ચર્ચામાં છે ફિલ્મ રાઈટિંગ વિથ ફાયર, બિહાર-યુપીના દલિત મહિલા પત્રકારો પર આધારિત છે ફિલ્મ

ભારતની ફિલ્મ 'રાઈટિંગ વિથ ધ ફાયર' છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. જાણો તેના વિશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતની ફિલ્મ 'રાઈટિંગ વિથ ધ ફાયર' છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ભારત તરફથી 94માં એકેડમી પુરસ્કાર ઑસ્કર-2022માં નૉમિનેટ થઈ હતી. જો કે, રાઈટિંગ વિથ ધ ફાયરને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ઑસ્કર 2022નો અવૉર્ડ ન મળ્યો. બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ઑસ્કર 2022નો અવૉર્ડ સમર ઑફ સોલને મળ્યો છે. ભલે રાઈટિંગ વિથ ફાયર ફિલ્મે ઑસ્કર અવૉર્ડ ન જીત્યો હોય પરંતુ ફિલ્મની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મ નિર્માતા જોડી સુષ્મિતા ઘોષ અને રિંટૂ થૉમસ દ્વારા નિર્મિત નિર્દેશિત, નિર્મિત અને સંપાદિત ફિલ્મ રાઈટિંગ વિથ ફાયર બિહાર અને ઉત્તર પ્રદેશમાં દલિત મહિલા પત્રકારો દ્વારા સંચાલિત સમાચાર પત્ર સમાચાર લહરિયાની કહાની પર આધારિત છે.

દલિત મહિલા પત્રકારો પર આધારિત છે ફિલ્મ

દલિત મહિલા પત્રકારો પર આધારિત છે ફિલ્મ

રાઈટિંગ વિથ ધ ફાયર ફિલ્મ મહિલા દલિત પત્રકારો પર આધારિત છે. ફિલ્મ બિહાર અને ઉત્તર પ્રદેશમાં દલિત મહિલા પત્રકારો દ્વારા સંચાલિત પત્ર લહરિયાની કહાની પર બેઝ છે. સમાચાર પત્ર ખબર લહરિયામાં પ્રકાશનના મુખ્ય રિપોર્ટર અને ક્રાઈમ રિપોર્ટરનુ અનુસરણ કરે છે. આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના રુરલ એરિયાના પત્રકારોના સંઘર્ષ વિશે બતાવવામાં આવ્યુ છે.

5 વર્ષોમાં બનાવવામાં આવી રાઈટિંગ વિથ ધ ફાયર ફિલ્મ

5 વર્ષોમાં બનાવવામાં આવી રાઈટિંગ વિથ ધ ફાયર ફિલ્મ

તમને જણાવી દઈએ કે પાંચ વર્ષોમાં શૂટ કરવામાં આવેલી રાઈટિંગ વિથ ધ ફાયરને ફિલ્મ ફેસ્ટીવલ સર્કિટમાં ખૂબ જ પ્રશંસા મળી અને સનડાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં એક વિશેષ જ્યૂરી અવૉર્ડ અને ઑડિયન્સ અવૉર્ડ સહિત ઘણા પુરસ્કાર જીત્યા. રાઈટિંગ વિથ ફાયર પહેલી ભારતીય ફિલ્મ છે જેને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ઑસ્કરમાં નૉમિનેટ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે રાઈટિંગ વિથ ફાયરના નિર્માતા રિંટૂ થૉમસ અને સુષ્મિત ઘોષ દક્ષિણ એશિયાઈ મૂળના આ વર્ષના ઑસ્કર નામાંકિત વ્યક્તિઓને સમ્માનિત કરવા માટે પ્રિયંકા ચોપડા દ્વરા સહ-હોસ્ટ કરવામાં આવેલા એક કાર્યક્રમમાં ગયા હતા. પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મની ટીમને અભિનંદન આપ્યા હતા.

રાઈટિંગ વિથ ધ ફાયર વિશે જાણો 5 મોટી વાતો

રાઈટિંગ વિથ ધ ફાયર વિશે જાણો 5 મોટી વાતો

  • આ ડૉક્યુમેન્ટરી ફિલ્મને 3 દલિત મહિલા રિપોર્ટર્સે લખી છે.
  • મહિલા દલિત રિપોર્ટર્સ દ્વારા વર્તમાન સમયના પત્રકારત્વના માહોલને સમજવાની કોશિશ કરવામાં આવી છે.
  • રાઈટિંગ વિથ ફાયર ડૉક્યુમેન્ટરી ફિલ્મ 30 જાન્યુઆરી, 2021ના રોજ રિલીઝ થઈ હતી.
  • ફિલ્મમાં શ્યામકાલી દેવી, મીરા દેવી અને સુનીતા પ્રજાપતિએ એક્ટીંગ કરી છે.
  • આ ડૉક્યુમેન્ટરીને આઈએમડીબીમાંથી 7.3 રેટિંગ્ઝ આપવામાં આવી છે.

English summary
Oscars: Why is Indian film 'Writing With Fire' nominated for Best Documentary in Oscars 2022?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X