For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરફાનને પાન સિંહ તોમર માટે મળ્યો બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 માર્ચ: 60મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પાન સિંહ તોમરને એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં શાનદાર અભિયન માટે બોલીવુડ અભિનેતા ઇરફાન ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. વિકી ડોનરને બેસ્ટ પોપ્યુલર બની છે. બેસ્ટ કોરિયોગ્રાફીનો ખિતાબ પંડિત બિરજૂ મહારજને આપવામાં આવ્યો છે.

પાન સિંહ તોમાનું નિર્દેશન તિગ્માંશુ ધૂલિયાએ કર્યું હતું. મરાઠી ફિલ્મ 'ઢાગ' માટે ઉષા જાદવને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ઇરફાન ખાને ફિલ્મમાં પૂર્વ રાષ્ટ્રીય સ્ટીપલચેંજ ચેમ્પિયનમાંથી ડાકૂ બનેલા પાન સિંહ તોમારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પાન સિંહ તોમારના જીવન પર આધારિત હતી. પાન સિંહ તોમારમાં અડચણ દોડના રાષ્ટ્રીય ચેમ્પિયન કેવી રીતે ડાકૂ બને છે તેની કથા છે.

paan-singh-tomar

આ ઉપરાંત કલાકાર નવાજુદ્દીનને ફિલ્મ કહાની માટે સ્પેશિયલ જ્યૂરી પુરસ્કાર આપવામાં આવ્યો છે તો બીજી તરફ ઇંકાર ફેમ ચિત્રાંગદા સિંહને પણ બેસ્ટ જ્યૂરી એવોર્ડથી નવાજવામાં આવી છે.

ફિલ્મ વિક્કી ડોનરમાં ઉમદા અભિનય માટે અન્નુ કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો છે. ચિટ્ટાગોન્ગ અને એક મલયાલમ ફિલ્મને ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સંન્માનિત કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રીય પુરસ્કારોમાં સૌથી વધુ મલયાલમ ફિલ્મો છવાઇ હતી.

English summary
There is nothing more honourable for a film artist to receive a National Film Award which is touted as the most coveted film honour in the realm of Indian cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X