Aryan Khan Dating with Sadia Khan: આર્યન ખાન સાથે ડેટિંગના સમાચારો પર પાકિસ્તાની અભિનેત્રીએ તોડ્યુ મૌન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથે ડેટિંગના સમાચારો પર અભિનેત્રીએ મૌન તોડીની સચ્ચાઈ જણાવી છે.
Aryan Khan Dating with Sadia Khan: બૉલિવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાનની સેલ્ફી હાલમાં છવાયેલી છે. બંનેનો ફોટો વાયરલ થયા બાદ લોકો એ અટકળો લગાવવા લાગ્યા કે આર્યન ખાન સાદિયાને ડેટ કરી રહ્યો છે. જો કે, હવે આ બધી અટકળો પર ખુદ પાકિસ્તાની અભિનેત્રીએ મૌન તોડ્યુ છે અને ફેન્સને હકીકત જણાવી છે.

આર્યન ખાન સાથે વાયરલ થયો હતો ફોટો
આર્યન ખાન સાથેની આ તસવીર ખુદ પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાને શેર કરી છે. આ ફોટો વાયરલ થયા બાદ તેમના ડેટિંગના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. ફેન્સ અનુમાન કરવા લાગ્યા કે આર્યન અને સાદિયા બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે હવે સાદિયાએ પોતે જ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.
સાદિયા ખાને શું કહ્યુ
યુએઈ સિટી ટાઈમ્સ સાથેની વાતચીતમાં સાદિયાએ કહ્યુ કે આ ખૂબ જ વિચિત્ર છે કે લોકો આ પ્રકારની વાતો બનાવે છે. લોકો મારા અને આર્યન વિશે આવી વાતો કરી રહ્યા છે, જ્યારે તેમને કંઈ ખબર પણ નથી. સમાચારના નામે આ બધી બાબતો પર અમુક મર્યાદા હોવી જોઈએ.
'હું એકલી નથી જેણે...'
સાદિયાએ ન્યૂ યર પાર્ટી વિશે પણ વાત કરી હતી જ્યાં આર્યન ખાન સાથે તેની તસવીર વાયરલ થઈ હતી. અભિનેત્રીએ કહ્યુ કે તે પાર્ટીમાં અન્ય સ્ટાર્સને પણ મળી હતી અને તેમની સાથે ફોટા પડાવ્યા હતા. તેનો અર્થ એ નથી કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આર્યન ખાન સાથે તસવીરો પડાવનાર માત્ર હું જ નથી. અન્ય લોકો પણ છે જેમણે આર્યન સાથે ફોટા પાડ્યા અને પોસ્ટ પણ કરી છે. પરંતુ હું એકલી જ છુ જેનો ફોટો જોઈને લોકો આવી અટકળો કરવા લાગ્યા.
બધી અટકળો પર પૂર્ણ વિરામ
સાદિયાએ તેના અને આર્યન ખાનના સંબંધો વિશેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ અને કહ્યુ કે હું બધી અફવાઓ પર વિરામ મૂકુ છુ. આર્યન ખાન ખૂબ જ સારા સ્વભાવનો છે. અમારા વિશે આમ બોલવાનુ બંધ કરો. તમને પ્રેમ અને આદર.

નોરા ફતેહી સાથે ડેટિંગની ચર્ચા
તમનેજણાવી દઈએ કે માત્ર પાકિસ્તાની એક્ટ્રેસ જ નહિ પરંતુ નોરા ફતેહી સાથે આર્યન ખાનના સંબંધોની પણ જોરદાર ચર્ચા થઈ હતી. જો કે, નોરા ફતેહીએ આર્યન સાથે ડેટિંગના સમાચારો પર મૌન સેવી લીધુ છે. નોરાએ આ અંગે ખુલીને કશુ કહ્યુ નથી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
