Video : સન્નીના યૌવન સાથે દેખાશે મૈં તેરા હીરોનું ‘પલટ...’ રિમિક્સ
મુંબઈ, 20 માર્ચ : આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ, પરંતુ હકીકત આ જ છે. એક અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યાં છે એકતા કપૂર. જાણવા મળે છે કે શુક્રવારે રિલીઝ થતી રાગિણી એમએમએસ 2 ફિલ્મના એક ગીતમાં એકતા કપૂરની જ વધુ એક ફિલ્મ મૈં તેરા હીરોનું એક રિમિક્સ ગીત જોડી દેવામાં આવ્યું છે. આ એક જુદા પ્રકારનો પ્રયોગ એકતાએ પોતાની ફિલ્મમાં કર્યો છે કે જે કેટલો સફળ થશે, તે તો આવનાર સમય જ બતાવશે.

આ માહિતી બાલાજી મોશન તરફથી રિલીઝ કરાયેલ એક વિજ્ઞપ્તિમાં આપવામાં આવી છે. 21મી માર્ચે રિલીઝ થતી ફિલ્મ રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોન, સંધ્યા મૃદુલ, દિવ્યાદત્તા અને પ્રવીણ ડબાસ જેવા કલાકારો છે. ફિલ્મના ગીતો હિટ થઈ ચુક્યાં છે. બીજી બાજુ મૈં તેરા હીરો ફિલ્મના કલાકારોમાં વરુણ ધવન, ઇલિયાના અને નરગિસ ફખરી છે.
એકતા કપૂરના આ નવા પ્રયોગથી વરુણ ધવન બહુ ખુશ છે. વરુણે પોતાની ખુશી ટ્વીટ કર વ્યક્ત કરી. જે ગીત રાગિણી એમએમએસ 2માં જોડવામાં આવ્યું છે, તેના બોલ છે પલટ મેરી જાન... (રિમિક્સ). વરુણે ગુરુવારે ટ્વીટ કર્યું - તો પલટ રિમિક્સનું ટ્રેલર રાગિણી એમએણએસ 2 સાથે આવશે. આવુ પહેલી વાર થયું છે કે જ્યારે ફિલ્મનું એક ગીત એક નાટ્યરૂપે જોડવામાં આવી રહ્યું છે. આ નવા પ્રયોગને લઈને હું બહુ એક્સાઇટેડ છું.
ચાલો, હાલ તો માણો મૈં તેરા હીરો ફિલ્મનું પલટ તેરા હીરો ઇધર હૈ... ગીત :
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/PhPGmZkgocc" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
