OMG ! હિમ્મતવાલામાં બ્રેક ડાંસ કરશે બાસઠના પરેશ

મુંબઈ, 12 માર્ચ : સાજિદ ખાન એંસીના દાયકાની હિટ ફિલ્મ હિમ્મતવાલા લઈને દર્શકો વચ્ચે આવી રહ્યાં છે. ફિલ્મને એંસીના ટાઇટલમાં જ ફિલ્માવાઈ રહી છે. તે વખતે ડિસ્કો અને બ્રેક ડાંસનો દોર હતો. તેથી સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મમાં પણ આ તમામ હશે. ડિસ્કોને કૅબ્રેની સ્ટાઇલમાં તો તેમણે લૅડી દબંગ એટલે કે સોનાક્ષી સિન્હા દ્વારા કરાવડાવી લીધું છે. હવે બ્રેક ડાંસ માટે સાજિદ ખાને જે વ્યક્તિની પસંદગી કરી છે, તે એક બહેતરીન કલાકાર તો છે, પણ સારાં ડાંસર નથી.

pareshrawal

ન સમજ્યાં આપ? અમે કોની વાત કરીએ છીએ? હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અભિનેતા પરેશ રાવલની. નામ સાંભળીને આપના મુખમાંથી પણ નિકળી ગયું ને Oh My God? સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મમાં બ્રેક ડાંસ કરવાનો સાહસ કરવા જઈ રહ્યાં છે ઓહ માય ગૉડ ફિલ્મના કાનજીભાઈ.

હિમ્મતવાલા ફિલ્મ આગામી 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં 62 વર્ષની ઉંમરે પરેશ રાવલ બ્રેક ડાંસ કરતાં નજરે પડનાર છે. સાજિદનો દાવો છે કે ફિલ્મનું આ સીન જોઈ લોકો ગાંડા થઈ જશે. ફિલ્મમાં જિતેન્દ્ર અને શ્રીદેવીના રોલ અજય દેવગણ તથા તમન્ના ભાટિયા કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય અને વાઘ વચ્ચે લડાઈ પણ જોવા મળશે. ફિલ્મની પંચલાઇન છે 80s is back. આમ છતાં સાજિદ ખાનનું કહેવું છે કે તેમની અને જિતેન્દ્રની ફિલ્મ વચ્ચે સરખામણી અયોગ્ય ગણાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X