પરેશ રાવલે કહ્યું; મોદી મેં પીએમ દિખતા હૈ...યારા મેં ક્યા કરું
ગાંધીનગર: દેશભરમાં ચૂંટણીનો માહોલ છવાઇ ગયો છે. લગભગ બધી જ પાર્ટીમાં ફિલ્મી સ્ટાર જોવા મળી રહ્યાં છે, પરંતુ સૌથી ચોંકાવનાર એક ફિલ્મી ચહેરો લોકોની સામે આવ્યો છે અને તેનું નામ છે પરેશ રાવલ.
જેમણે માત્ર ચાર વર્ષોમાં પાર્ટીના હાઇકમાન્ડ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને એ પ્રકારે ખુશ કરી દિધા કે પાર્ટીએ તેમને ટિકીટ આપી દિધી તે પણ પોતાના જુના વફાદાર નેતા હરિન પાઠકનું પત્તું કાપીને.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા હરિન પાઠકની ટિકીટ કાપીને અભિનેતા પરેશ રાવલને અમદાવાદ પૂર્વથી ઉમેદવાર બનાવ્યા છે ત્યારબાદ ગુજરાત ભાજપમાં ફાડ પડી ગઇ. એક તરફ હરિન પાઠક આ વાતને લઇને હાઇકમાન્ડથી નારાજ છે તો બીજી તરફ પરેશ રાવલે પોતાની ટિકીટ માટે પાર્ટીનો આભાર વ્યક્ત કરતાં થાકતા નથી.
ઇન્ડિયા ટીવીના શો 'આજ કી બાત'ના 'એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુંમાં પરેશ રાવલે કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીના લીધે રાજકારણમાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના લીધે જ તેમનો રાજકારણમાં રસ વધ્યો. જ્યાં સુધી ટિકીટનો સવાલ છે તો મેં તેના માટે પાર્ટીના કોઇ નેતાને ભલામણ કરી નથી. અરે મેં તો આજસુધી મારી સોસાયટીની ચૂંટણી પણ લડી નથી તો લોકસભાની ચૂંટણી વિશે કેવી રીતે વિચારી શકું છું?

પરેશ રાવલ અને હરિન પાઠક વચ્ચે કોઇ મતભેદ નહી
મને પાર્ટીએ ટિકીટ આપી છે અને મારા પર વિશ્વાસ મુક્યો છે તો તેની પાછળ ફક્ત અને ફક્ત એક કારણ છે તે મારું કામ, જે મેં ગત કેટલાક વર્ષોથી પાર્ટી માટે કર્યું છે અને કરતો રહીશ. પરેશ રાવલે પોતાના અને હરિન પાઠક વચ્ચે કોઇપણ પ્રકારના મતભેદ હોવાની વાતને નકારી કાઢી હતી.

મોદીમાં વડાપ્રધાન બનવાના ગુણ
નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ માનનાર પરેશ રાવલે કહ્યું હતું કે તેમના મત મુજબ નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવા માટેના બધા ગુણ છે. પરેશ રાવલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના ઇરાદા પવિત્ર છે, તેમની અંદર કામ કરવાની ઇચ્છા છે જેના લીધી જ તેમણે રાજકારણમાં પગ માંડ્યો છે.

મોદી હવામાં વાત કરતા નથી
પરેશ રાવલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે તે હવામાં વાત કરતા નથી, તેમની વિચારસણીએ તેમને પ્રભાવિત કર્યા છે, જેના લીધી તે રાજકીય પટલ પર પોતાની કિસ્મત અજમાવવા માટે જઇ રહ્યાં છે. મને નરેન્દ્ર મોદીની અંદર વડાપ્રધાન દેખાય છે એમ કહેવામાં મને કોઇ વાંધો નથી.

રાજકારણ મારી જવાબદારી છે
પરેશ રાવલે કહ્યું હતું કે હું એક કલાકાર છું અને કલાકાર, કલાના મંચથી દૂર રહી ન શકે પરંતુ રાજકારણ મારી જવાબદારી છે જેનું સંચાલન હું ખુશી-ખુશી અને સારી રીતે કરીશ, આ વાતનો વાયદો કરું છું.

પરેશ રાવલે આજસુધી સોસાયટીની ચૂંટણી લડી નથી
ઇન્ડિયા ટીવીના શો 'આજ કી બાત'ના 'એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુંમાં પરેશ રાવલે કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીના લીધે રાજકારણમાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના લીધે જ તેમનો રાજકારણમાં રસ વધ્યો. જ્યાં સુધી ટિકીટનો સવાલ છે તો મેં તેના માટે પાર્ટીના કોઇ નેતાને ભલામણ કરી નથી. અરે મેં તો આજસુધી મારી સોસાયટીની ચૂંટણી પણ લડી નથી તો લોકસભાની ચૂંટણી વિશે કેવી રીતે વિચારી શકું છું?












Click it and Unblock the Notifications
