Parineeti-Raghav Wedding: લગ્ન વિશે સામે આવી બધી માહિતી, આ દિવસે થશે સાત ફેરા અને વિદાય...
Parineeti-Raghav Wedding: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા આ દિવસોમાં પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેના પછી લગ્નની તમામ વિગતો બહાર આવી છે. બંનેના ફેન્સ ખૂબ જ ખુશ છે.
લાંબા સમયથી પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચા ચાલી રહી છે, હવે બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. આ કાર્ડમાં લગ્નની તમામ વિધિઓની તારીખો લખેલી હોય છે.

આ કાર્ડ મુજબ પરિણીતી અને રાઘવ 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. પંજાબી રીતિ-રિવાજ મુજબ તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. તે જ સમયે, ઉદયપુરની હોટેલ લીલા અને તાજ લેક પેલેસમાં લગ્નના તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
23 સપ્ટેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે. સંગીત સમારોહમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ ફંકશનમાં 90ની થીમ રાખવામાં આવી છે. આ દિવસે પરિણીતીની ચૂરા સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચૂડા સેરેમની - 23 સપ્ટેમ્બર, સવારે 10:00 કલાકે
સંગીત - 23 સપ્ટેમ્બર, સાંજે 7:00 કલાકે
રાઘવ કી સેહરાબંધી - 24 સપ્ટેમ્બર, બપોરે 1:00 કલાકે
બારાત - 24 સપ્ટેમ્બર, બપોરે 2:00 કલાકે
જયમાલા - 24 સપ્ટેમ્બર, બપોરે 3.30 કલાકે
સાત ફેરા- 24 સપ્ટેમ્બર , બપરે 4:00 વાગે
વિદાય - 24 સપ્ટેમ્બર, બપોરે 6:30 વાગે
રિસેપ્શન - 24 સપ્ટેમ્બર, રાતે 8:30 વાગે
પરિણીતી ચોપરા લાંબા સમયથી રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી હતી. પહેલા બંનેએ પોતાના સંબંધોને છુપાવ્યા હતા, બાદમાં બંને મુંબઈમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ મે મહિનામાં બંનેએ દિલ્હીમાં ભવ્ય રીતે સગાઈ કરી હતી અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી. ત્યારથી તેમના લગ્નના સમાચારો ચર્ચામાં છે. હવે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
