ગાયક શાન ઉપર આવ્યું પરિણીતીનું દિલ...
મુંબઈ, 26 ઑગસ્ટ : આ વાત સાંભળી આપ સૌને ઝાટકો જરૂર લાગશે, કારણ કે સાચુ આ જ છે... અરે આપ પોતાનું મગજ દોડાવી ઉંધુ-ચત્તું વિચારો, તે અગાઉ આપને જણાવી દઇએ કે આ બધુ એક ફન અને મસ્તીના પગલે થયું. હકીકતમાં 6ઠી સપ્ટેમ્બરે પરિણીતી-સુશાંતની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ રિલીઝ થવાની છે. તેના પ્રમોશન માટે પરિણીતી ચોપરા તેમજ સુશાંત સિંહ રાજપૂત ઝલક દિખલા જાના મંચે પહોંચ્યા હતાં.

ઝલક દિખલા જા શોમાં શાન પણ એક પ્રતિસ્પર્ધી છે. શાને આમિર ખાનના હિટ નંબર એ ક્યા બોલતી તૂ... ગીત ઉપર ડાન્સ કર્યો. આ ડાન્સ જોઈ પરિણીતી ચોપરા એટલા ખુશ થઈ ગયાં કે તેઓ અહીં સુધી બોલી ગયાં - શુદ્ધ દેસી રોમાંસની બીજી આવૃત્તિમાં હું આપની સાથે રોમાંસ કરવાની છું. આપ કમાલના સિંગર, ડાન્સર અને એક્ટર છો.
પરંતુ પરિણીતીના આ વાત ઉપર શાને ખૂબ જ મજાનો જવાબ આપ્યો - અહા, આ બહુ સારૂં છે. મને લાગે છે કે મને કાકાનો રોલ મળશે. નોંધનીય છે કે કલર્સ પર પ્રસારિત થતા ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા 6 હાલ ટીઆરપીની બાબતમાં સૌથી આગળ છે. આ શોના જજ રેમો ડિસૂઝા, કરણ જૌહર અને માધુરી દીક્ષિત છે.












Click it and Unblock the Notifications
